YOG-VIDHYA
યોગની સામાન્ય માહિતીથી તો આપણે સૌ પરિચિત છીએ. યોગથી શરીર સુંદર તથા સુદૃઢ બને છે. કરોડરજ્જુની સ્થિતિસ્થાપક્તામાં વધારો થાય છે. શ્વાસ – પ્રશ્વાસ દીર્ઘ બને છે, મન એકાગ્ર થાય છે. આ બાબતોનો અનુભવ હશે ખરું ને !

 

પરંતુ આ તો થઇ યોગની ફક્ત બાહ્ય વાતો પણ હકીકતમાં યોગ તો ગુહ્યતમ વિદ્યા છે. યોગ એ આપણી અતિ પ્રાચીન વિદ્યા છે. યોગનો પ્રારંભ બ્રહ્માજી દ્વારા થયો હતો. વૈદિક ઋષિઓએ બ્રહ્મવિદ્યાની સાથે જ યોગવિદ્યાનો આવિષ્કાર કર્યો. તમને ખ્યાલ છે કે યોગાભ્યાસની ઉચ્ચતમ ભૂમિકા દ્વારા અકલ્પ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. એટલે જ વૈદિક ઋચાઓ, મંત્રો એ યોગાભ્યાસની ઉચ્ચતમ ભૂમિકાનું જ પરિણામ છે. જેને પતંજલિ મુનિ ઋતમ્ભરા પ્રજ્ઞા કહે છે. આ ઋતમ્ભરા પ્રજ્ઞાથી વિશ્વમાં સત્યોનું દર્શન થાય છે અને સત્યનું દર્શન કરવાની ઈચ્છા તો સૌની હોય. બરાબર ને ! તેથી સત્ય દર્શન કરવા માટે યોગની ઉચ્ચતમ ભૂમિકા પ્રાપ્ત કરવી પડે જે આપણા ઋષિમુનિઓએ વૈદિક કાળથી પ્રાપ્ત કરી હતી.

 

યોગદર્શન એ આપણા ષડદર્શનોમાંનું એક છે. સંસ્કૃત ધાતુ ‘યુજ’ પરથી યોગ શબ્દ બન્યો છે. મહામુનિ પતંજલિએ આ યોગદર્શનના સિદ્ધાંતોને ૧૯૫ યોગસૂત્રોમાં સંકલિત કર્યા છે. આ પતંજલિ યોગસૂત્રો ભારતીય મનોવિજ્ઞાનનું આધારભૂત અને પ્રામાણિક શાસ્ત્ર છે. જયારે શ્રીમદ ભગવત ગીતાનું બીજું નામ યોગશાસ્ત્ર છે. કારણ કે તેના અઢારેય અધ્યાયના નામ પાછળ યોગ શબ્દપ્રયોગ થયેલ છે તથા સમગ્ર ગીતામાં યોગશાસ્ત્ર વણાયેલું છે.

 

યોગવિદ્યા એક જીવંત વિદ્યા છે. યોગ દ્વારા જીવનું શિવ સાથે મિલન થાય છે. તેથી આપણી પ્રાચીન શિક્ષણવ્યવસ્થામાં, આશ્રમોમાં, ગુરુકુળોમાં યોગવિદ્યા શીખવવામાં આવતી. પ્રાચીન શિક્ષણ યોગ આધારિત હતું. કેમ કે શિક્ષણનો ઉદ્દેશ ‘ सा विद्या या विमुक्तये |’ અર્થાત ‘ જે મુક્તિ અપાવે તે વિદ્યા ‘ છે. અને આ ઉદ્દેશ યોગ દ્વારા જ સિદ્ધ કરી શકાય. તેથી વર્તમાનમાં પણ આપણે આ વિદ્યાનો ગંભીરતાથી અભ્યાસ કરવો જોઈએ, જેથી ઉચ્ચતમ શિક્ષણ દ્વારા સત્યનો સાક્ષાત્કાર કરી શકીએ.

 

અષ્ટાંગ યોગે જણાવેલા રસ્તા પ્રમાણે સમાધીમાં જ્યારે સાધક સર્વોચ્ચ અવસ્થામાં પહોંચી જાય છે તો તે આ ક્ષમતાથી સમ્પન્ન થઈ જાય છે કે તે પોતાના સુક્ષ્મ શરીરના માધ્યમથી ભૂતકાળ કે ભવિષ્યકાળમાં આવી-જઈ શકે છે. જ્યોતિષમાં ગ્રહ-નક્ષત્રોની દિશા અને દશાના આધાર પર ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓનું અનુમાન લગાવી શકાય છે, આ અનુમાન સાચું પણ થઈ શકે છે અને ખોટું પણ. જ્યારે યોગ સમાધિની સર્વૌચ્ચ અવસ્થા પર પહોંચીને યોગી ભવિષ્યમાં ઘટનારી દરેક ઘટનાને પ્રત્યક્ષ એટલે કે સામે જોઈ શકે છે.અતિ પ્રાચીન દર્શન શાસ્ત્રોમાં પૂર્વમીમાંસા, ઉત્તરમીમાંસા, સાંક્ય, યોગ, ન્યાય અને વૈશેષિક આ છ દર્શનો અતિ મહત્ત્વના છે. … બ્રહ્મવિદ્યા એટલે સર્વથી શ્રેષ્ઠ બ્રહ્મતત્ત્વને જાણવાની વિદ્યા ‘યોગ’ ‘.હિંદુ દર્શનશાસ્ત્રમાં યોગની મુખ્ય શાખાઓમાં રાજયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ અને હઠયોગ શામેલ છે. પતંજલીના યોગસૂત્રોમાં સંકલિત અને હિંદુ દર્શનશાસ્ત્રના સંદર્ભમાં યોગ તરીકે જાણીતો રાજયોગ સાંખ્ય પરંપરાનો ભાગ છે. ઉપનિષદ, ભગવદ્ ગીતા, હઠયોગ પ્રદિપિકા, શૈવસંહિતા અને વિવિધ તંત્ર સહિત હિંદુ ધર્મગ્રંથોમાં યોગના જુદાં જુદાં પાસાં પર ચર્ચા થઈ છે.

 

સંસ્કૃત શબ્દ યોગ ના અનેક અર્થ છે અને તે સંસ્કૃત મૂળ “યુજ” માંથી ઉતરી આવ્યો છે. યુજ એટલે “નિયંત્રણ મેળવવું”, “વર્ચસ્વ મેળવવું” કે “સંગઠિત કરવું.” બીજા શબ્દોમાં કહીએ તો યોગ એટલે “જોડવું”, “સંગઠિત કરવું”, “એકત્ર કરવું”, “જોડાણ કરવું” અને “ઉપયોગી પદ્ધતિ.” યોગનું વૈકલ્પિક મૂળ “યુજિર સમાધૌ” છે, જેનો અર્થ “એકાગ્રતા મેળવવી” કે “ધ્યાન ધરવું” એવો થાય છે. આ અર્થ દ્વૈતાત્મક રાજયોગ સાથે યોગ્ય રીતે બંધ બેસે છે, કારણ કે પ્રકૃતિ અને પુરુષ વચ્ચેનો ભેદ પાડતી એકાગ્રતાને લીધે પ્રાપ્ત થાય છે. ભારતની બહાર સામાન્ય રીતે યોગ શબ્દ હઠયોગ અને તેના વિવિધ આસનો કે વ્યાયામના એક સ્વરૂપ સાથે જોડાયેલો છે. જે કોઈ વ્યક્તિ યોગનો અભ્યાસ કરતી હોય કે યોગ ફિલસૂફીનું પાલન કરતી હોય તે યોગી કે યોગિની તરીકે ઓળખાય છે.

 

પતંજલિના યોગસૂત્રો :

patanjali_yoga_sutras

પતંજલિને યોગ દર્શનના સ્થાપક ગણવામાં આવે છે. પંતજલિના યોગસૂત્રો રાજયોગ તરીકે જાણીતા છે, જે મન પર કાબૂ મેળવવા માટેની એક વ્યવસ્થા છે. પતંજલિએ તેમના બીજા સૂત્રમાં “યોગ” શબ્દની વ્યાખ્યા આપી છે, જે તેમના સંપૂર્ણ કાર્ય માટેનું સારસૂત્ર માનવામાં આવે છે :

 

‘योग: चित्त-वृत्ति निरोध: |’
અર્થાત
“યોગ ચિત્તને જુદી જુદી વૃત્તિઓમાં લઈ જતાં નિયંત્રણમાં રાખે છે.”

 

પતંજલિનું લખાણ “અષ્ટાંગ યોગ” એક પદ્ધતિનો આધાર બની ગયું. આ આઠ અંગ નીચે પ્રમાણે છે :

પ્રથમ છે યમ(પાંચ “નિગ્રહ”)- અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ.

 

નિયમ (પાંચ “વ્રત”- શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરપ્રણિધાન.

 

આસન- તેનો અર્થ “બેસવું” એવો થાય છે અને પતંજલિના સૂત્રોમાં તેનો અર્થ ધ્યાન માટે બેઠક ધારણ કરવી.

 

પ્રાણાયામ (“પ્રાણ પર કાબૂ”)- પ્રાણ , શ્વાસનો આયામ એટલે તેને અટકાવવો કે નિયંત્રણમાં લેવો. તેનો એક અર્થ જીવનના બળને નિયંત્રણમાં લેવો એવો પણ થાય છે.

 

પ્રત્યાહાર (“પાછું ખેંચવું”)- વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચવી.

 

ધારણા (“એકાગ્રતા”)- એક જ બાબત પર ધ્યાન કેન્દ્રીત કરવું.

 

ધ્યાન (“ચિંતન”)- એકધારું ચિંતન

 

સમાધિ (“મુક્તિ”)- ધ્યાનને ચૈતન્યમાં જોડવું.

 

આ શાખાના વિચારમાં સર્વોચ્ચ પ્રાપ્તિ વિશ્વની અનુભવેલી વિવિધતાને ભ્રમ સ્વરૂપે પ્રકટ નથી કરતી. આ દુનિયા વાસ્તવિક છે. આ ઉપરાંત સર્વોચ્ચ પ્રાપ્તિ એવી ઘટના છે જેમાં અનેકમાંથી એક વ્યક્તિત્વ સ્વયં પોતાને શોધે છે, કોઈ એક વૈશ્વિક આત્મ નથી જેની વહેંચણી દરેક વ્યક્તિઓ સાથે કરી શકાય છે.

 

ભગવદ્ ગીતા :

ભગવદ્ ગીતા (‘ઇશ્વરનું જીવનસંગીત’) વ્યાપક રીતે યોગ શબ્દનો ઉપયોગ કરે છે. તેમાં એક સંપૂર્ણ અધ્યાય (છઠ્ઠો અધ્યાય) ધ્યાન સહિત પરંપરાગત યોગ અભ્યાસને સમર્પિત છે. તેમાં ત્રણ પ્રસિદ્ધ યોગનો પરિચય કરાવવામાં આવ્યો છે :

 

કર્મ યોગ: કાર્યનો યોગ

ભક્તિ યોગ: ભક્તિ કે ઉપાસનાનો યોગ

જ્ઞાન યોગ: જ્ઞાનનો યોગ.

 

હઠ યોગ :

હઠ યોગ, યોગની એક વિશેષ વ્યવસ્થા છે, જેને પંદરમી સદીના ભારતમાં હઠયોગ પ્રદિપિકાના સંકલનકર્તા યોગી સ્વત્મરમા દ્વારા વર્ણવવામાં આવ્યો હતો. હઠયોગ પતંજલિના રાજયોગથી ઘણો અલગ છે, જે સત્કર્મ પર કેન્દ્રિત છે, ભૌતિક શરીરની શુદ્ધિ જ મન, પ્રાણ કે વિશિષ્ટ ઊર્જાની શુદ્ધિ તરફ દોરી જાય છે. માત્ર પતંજલિના રાજયોગના ધ્યાન આસન ને બદલે તે સંપૂર્ણ શરીરના લોકપ્રિય આસનોની ચર્ચા કરે છે. હઠયોગ તેના અનેક આધુનિક સ્વરૂપોમાં એક શૈલી છે, જેને અનેક લોકો અત્યારે “યોગ” શબ્દ સાથે જોડી દે છે.

 

જવાબ છોડો