what to keep in purse while going out
સ્ત્રીઓ માટે તેની સુંદરતા જ તેનું સાચું આભૂષણ છે. મેકઅપ કર્યા પછી બહાર નીકળીએ ત્યારે આજકાલ પ્રદુષણને કારણે આ સુંદરતા વિખાય જાય છે. તેમજ વર્કિંગ વુમનને તો આખો દિવસ બહાર રહેવાનું હોવાથી પોતાની સુંદરતાને જાળવવું બહુ આવશ્યક બની જાય છે. બહાર જતી વખતે જો આવશ્યક વસ્તુઓ પર્સમાં હોય તો આપણી સુંદરતાને જાળવી રખાય છે. તેમજ કયારેક જરૂરિયાતના સમયમાં પણ આ વસ્તુઓ ઉપયોગી થઇ પડે છે. બહાર જતી વખતે પર્સમાં હંમેશા સૌન્દર્ય પ્રસાધનોની સાથે કેટલીક જરૂરિયાતની વસ્તુઓ પણ રાખવી જોઈએ.

 

વર્કિંગ વુમને પોતાની જોબને અનુસાર પોતાની સુંદરતાનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે એરકંડીશનર ઓફિસમાં કામ કરો છો, તો તમારો મેકઅપ આખો દિવસ એમ જ રહેશે. તેથી લાઈટ મેકઅપ કરવો અને તેવા જ સૌન્દર્ય પ્રસાધનો પર્સમાં રાખવા.

 

જો તમે ટ્રાવેલિંગવાળી જોબ કરો છો કે ટ્રાવેલિંગમાં જાઓ છો તો હંમેશા પોતાની પાસે મેકઅપનો બધો જ સમાન રાખવો જોઈએ, તેથી તમે સમય મળે ત્યારે મેકઅપને ઠીક કરી શકો અને તમે રહેશો બિલકુલ ફ્રેશ.

 

હંમેશા ચહેરા પર તાજગી બની રહે તેના માટે પર્સમાં ખુશબૂદાર ટીસ્યુ પેપર, ક્લીન્ઝીંગ મિલ્ક રાખો, કે જેથી વધારે પરસેવો કે ધૂળ-માટીને સાફ કરી શકાય.

 

હંમેશા પોતાના પર્સમાં ફાઉન્ડેશન અને કોમ્પેક્ટ પણ રાખવો. જેથી જયારે જરૂર પડે ત્યારે તમે તેને લગાવી શકો.

 

પર્સમાં હંમેશા લિપસ્ટિક પણ રાખો, જેથી લંચ પછી તમે લિપસ્ટિક લગાવી શકો. લિપસ્ટિક લગાવતા પહેલા થોડો પાઉડર હોઠો પર લગાવો, ત્યારબાદ લિપસ્ટિક લગાવો. જેનાથી લિપસ્ટિક લાંબા સમય સુધી ટકી રહેશે.

 

હંમેશા પર્સમાં એક નાની શીશી કોલોન કે ડીયોડરેંટ પણ રાખો, જયારે પણ તમને પરસેવાની દુર્ગંધ આવે ત્યારે તેનો પ્રયોગ કરી શકો.

 

જો તમારું કામ બહાર આવવા જવાનું છે તો હંમેશા બેગમાં મોઈશ્ચરાઇઝર અને સનસ્ક્રીન લોશન રાખો, અને બહાર જતા પહેલા હાથોના ખુલ્લા ભાગ પર, ચહેરા પર, ગર્દન પર લગાવીને જ બહાર નીકળો. જેનાથી સૂર્યના કિરણો તમને નુકશાન નહિ પહોંચાડે.

 

બહાર જતી વખતે કેટલીક વસ્તુની અચાનક જરૂર પડી જતી હોય છે તેથી તેને પર્સમાં રાખવી જરૂરી છે. માટે પર્સમાં સેપ્ટીપીન, હેર પીન, હાથ રૂમાલ, બેન્ડેડ, વેગેરે તેમજ તમારા કામની જરૂરિયાત પ્રમાણેની વસ્તુઓ રાખવી.

 

જવાબ છોડો