બ્લોગ એટલે શું? આ સવાલ આજની તારીખે પણ ઘણા મિત્રો પૂછે છે. જો તમે આ વાંચી રહ્યા છો તો તમે પણ આ સવાલ પૂછતાં હશો, ખરુંને? આ સવાલનો જવાબ ઘણી બધી રીતે આપી શકાય એમ છે, હું આનો જવાબ લાંબા નિબંધની જેમ આપી શકું છું અને ઊંડાણ પૂર્વકનું ટેકનીકલી ભાષામાં પણ આપી શકું છું. પરંતુ હું કઈ પણ કહું એ પહેલા વધારે નિષ્ણાત લોકો આના વિષે શું કહે છે તે જોઈએ..
વેબલોગ એ લેખો, ફોટા, વીડિઓ, ડેટા વગેરે તારીખવાર ગોઠવાયેલી માહિતી છે જેને html ના સ્વરૂપમાં બ્રાઉઝરમાં જોઈ શકાય છે. – Source
નિયમિતરૂપે પ્રકાશિત કરાતા વ્યક્તિગત વિચાર અને ઈન્ટરનેટની લિંક્સ – Source
બ્લોગ એ મૂળભૂત રીતે એક રોજનીશી છે, બ્લોગ લખવાની ક્રિયાને બ્લોગીંગ કહે છે અને બ્લોગ લખનારને બ્લોગર :- Source
હજુ વધારે જાણવું છે? ખુબજ સરળ છે, બ્લોગ એ એવી વેબસાઈટ છે કે જેમાં છેલે લખેલો લેખ પ્રથમ પાનામાં ઉપર દેખાય છે અને જેમ જેમ સ્ક્રોલ કરી નીચે જઈએ તેમ જુના લેખો જોવા મળે કારણકે એ તારીખ પ્રમાણે ગોઠવાયેલા હોય છે. જેમકે ટહુકાર.કોમ નું “નવું” પર ક્લિક કરો.. હવે તમને સમજાઈ ગયું હશે કે કઈ રીતે પહેલા નવા અને પછી જુના લેખો તારીખ પ્રમાણે જોવા મળે છે.
સરળ ભાષામાં કહીએ તો બ્લોગ એ રોજનીશી છે જેમાં તમે કઈ પણ લખી શકો છો, ફોટા અપલોડ કરી શકો છો, તમારા વિચારો વ્યક્ત કરી શકો છો, બ્લોગ માં કંપનીની માહિતી કે જાહેરાત હોઈ શકે છે, રોજના તાજા સમાચાર હોઈ શકે છે કે કોઈનો ઓનલાઈન સ્ટોર હોઈ શકે છે, ટૂંકમાં બ્લોગ કોઈ એક માણસનો કે કોઈ કંપનીનો કે કોઈ ગ્રુપનો હોઈ શકે છે, અને બ્લોગ લખવાનો કોઈ નિયમ નથી. બ્લોગ લખ્યા પછી લોકો તેમાં અભિપ્રાય આપે છે, તમારા વિચારોનો પ્રત્યાઘાત આપે છે, તમને મેઈલ લખે છે, શાબાશી આપે છે અથવા ટીકા કરે છે, ફેસબુક કે ટ્વીટર પર શેર કરે છે. અથવા આમાંનું કઈ પણ નથી કરતા.
પરંતુ બ્લોગ દ્વારા તમે તમારા વિચારોને લોકો સમક્ષ મુકો છો. એમ કહીએ કે તમારા વિચારો ને દુનિયા સમક્ષ મુકાવા માટેનું અને પ્રખ્યાત થવા માટેનું તો કોઈને પોતાના લખાણ કે કવિતા લખવાનું કે ચિત્રો દોરવાનું વગેરે જેવા શોખ પુરા કરવા માટેનું તો કોઈને જાહેરાત મૂકી અને કમાણી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. હા, ઘણા લોકો બ્લોગમાંથી જ લાખો રૂપિયા કમાય છે, વધારે માહિતી માટે અહી ક્લિક કરો
તો શું તમે પણ પોતાનો બ્લોગ લખવાનો વિચાર કરો છો? તો નોંધી લો કે બ્લોગ લખવો તદન સરળ છે. અને મફત પણ. તો હવે તમે એવો વિચાર કરો છો કે કઈ રીતે? વાંચવા માટે અહી ક્લિક કરો

જવાબ છોડો