GUJRATI WEITER JOKES
કસ્ટમર : એવી ચા પીવડાવ જેને પીને તન મન ઝૂમી ઉઠે, શરીર લહેરાવવા માંડે અને દિલ મચલી જાય.
વેઈટર – સર અમારી ત્યાં ભેસનું દૂધ આવે છે, નાગણનુ નહી.
ગ્રાહક – (ગુસ્સામાં) વેઇટર, અહીં આવ, ‘જો ચામાં માખી પડી છે.’
વેઇટરે આંગળીથી માખી પ્યાલામાંથી કાઢી અને ઘ્યાનથી તેને જોવા લાગ્યો. પછી ખૂબ ગંભીર થઈ બોલ્યો, ‘અમારી હોટેલની નથી.’
ગ્રાહક:વેઈટર,આ બધું શુ છે? મટરપનીરમાં પનીર દેખાતું જ નથી.
વીઈટર:અરે,સાહેબ તમે ક્યારેય ગુલાબજાંબુમાં ગુલાબ જોયું છે?
મગન : (વેઈટરને) મારી સાથે લડવા માટે તૈયાર રહેજે.
વેઈટર : કેમ ?
ગ્રાહક : મેં જમી તો લીધુ પણ મારા ખિસ્સામાં બિલ ચુકવવાના રૂપિયા નથી.
વેઈટર: સર, તમારા માટે કયુ આમલેટ લાવુ ? ફ્રેંચ, જાપાની કે ઈંડિયન ?
ગ્રાહક – જે તાજુ હોય તે લાવ. મારે તો ખાઈને પેટ ભરવાનુ છે, કોઈ ભાષાનુ જ્ઞાન થોડી મેળવવાનુ છે.
સન્તા એક રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા ગયો.
વેઈટર નાસ્તો લાવતાં પહેલાં ખાલી ડીશો મુકી ગયો એમાંની એક પ્લેટમાં ટીશ્યુ પેપર હતો.
સન્તાને થયું ”યે કૌન સી ખાનેકી ચીજ હૈ?”
સન્તા ટીશ્યુ પેપર ખાવા જ જતો હતો ત્યાં પાછળ બેઠેલો બન્તા બોલી ઉઠયો,
”મત ખાના ઓયે! બહોત ફીકા હૈ !”
ચમ્પુ હોટલમાં જમવા ગયો….
વેઈટર પાસેથી એક પ્લેટ પકડા મંગાવ્યા,
ચમ્પુએ વેઈટરને કહ્યું કે યાર મને જ્યાં સુધી કોઈ કાનમાં કઈ કહે નહીં ત્યા સુધી હું ખાવાનું ચાલું કરતો નથી..
વેઈટરે ચમ્પુના કાનમાં કહ્યું પકોડા બે દિવસના વાસી છે…
છગન રાજકોટની એક હોટલમાં ગયો અને એણે ભીંત ઉપરના બોર્ડ વાંચતા એક બોર્ડમાં વાંચ્યું,
 ”પ્રમાણિકતા અને નમ્રતા શ્રેષ્ઠ ગુણ છે.”
એણે વેઈટરને નજીક બોલાવીને કહ્યું, ”આવું બોર્ડ લગાવવાનો શું ફાયદો જ્યાં તારો માલિક જ ચારસો વીસ અને ઝઘડાળું છે….”
”સાહેબ,” વેઈટર મગને કહ્યું, ”હોટલમાં જેટલા બોર્ડ લગાવવામાં આવે છે એ ગ્રાહકો માટે હોય છે….”
કડકાસિંહ સાસરે ગયા. 
સાસુજીએ સાત દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી.
આઠમા દિવસે  સાસુ પૂછે છે કે ‘જમાઈ આજે શું ખાશો?’
ક્દ્કાસિંહ કહે છે ‘ખેતર બતાડી દો, જાતે જઈને ચરી આવું છું.’
એક યહૂદી, એક ડચ અને એક ગુજરાતી- ત્રણ વેપારીઓ એન્ટવર્પની હોટલમાં એક ટેબલ પર આવી ગયા.
વટ પાડવા માટે વલંદાએ(ડચે) એકસો ડોલરની નોટ કાઢી તેમાં તમાકુ ભરી સિગાર બનાવી પીધી.
તે જોઈ યહૂદીએ હજાર ડોલરની નોટની સિગાર બનાવી. 
આ બંનેની સામે વટ પાડવા ગુજરાતીએ દસ હજાર ડોલરનો ચેક લખી તેની સિગાર બનાવીને પીધી. ;) 
હોટેલમાં કોઈ ચા મંગાવે પછી ચામાં માખી પડે તો કોઈ શું કરે?
બ્રિટિશર ઊભો થઈ મેનેજમેન્ટને ફરિયાદ કરી જતો રહે.ઓસ્ટ્રેલિયન વેઈટર જોડે ઝગડ કરે.
મંદીના મારમાં સપડાયેલો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય.
દેડકાં-સાપ ખાનાર ચીનો પહેલા માખી ખાઈ જાય પછી ચા પી જાય.
આ સમયે જગતનો શ્રેષ્ઠ શ્રેષ્ઠી ગુજરાતી હોટેલનું બિલ ભરીને પછી મેનેજમેન્ટ સામે નુક્સાનીનો દાવો માંડે. પછી નવી ચા મંગાવે અને બ્રિટિશરે તરછોડેલી ચાનો કબજો મેળવી માખી ચીનાને વેચી દે, ચા અમેરિકનને વેચી દે, કપ ઓસ્ટ્રેલિયનને વેચે અને પછી વેચાણ અને નુકસાનીનું વળતર ખીસામાં મૂકી ઘરભેગો થઈ જાય.

જવાબ છોડો