વિદુરનીતિ પાના નં: ૧૫

0
75
VIDUR NITI GUJRATI SUVICHAR

જ્ઞાનીજનોએ આ સંસારમાં છ સુખોની ઉપસ્થિતિ દર્શાવી તે આ મુજબ છે.
1. પોતાની ઉપર કરજ ન હોવું.
2. દુર દેશમાં પ્રવાસ ન કરવો.
3. સત્પુરુષોની સંગતનો અવસર પ્રાપ્ત થવો.
4. રોગરહિત રહેવું.
5. પોતાને અનુકુળ તથા સ્વયં ઉપર આશ્રિત આજીવિકા.
6. સંસારિક ભય પ્રત્યે નીડરતા.

 

સંસારના સુખોના આઠ મૂળભૂત તત્વો દર્શાવામાં આવ્યા છે.
1. સાચા મિત્રોનું મળવું.
2. વિપુલ ધનની પ્રાપ્તિ.
3. પુત્ર સાથે આલિંગનબદ્ધ થઇ મળવું.
4. પતિ-પત્નીની એક સાથે નિવૃત્તિ.
5. મધુર વાણી.
6. પોતાના સમુદાયમાં ઉન્નતી.
7. મનોવાંછિત વસ્તુની પ્રાપ્તિ.
8. સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ.

 

જે માનવીએ મિત્રોને પિતાના વશમાં કરી લીધા છે, શત્રુઓને યુદ્ધમાં જીતી લીધા છે તે જીવનમાં સફળ અને સુખી રહે છે.

 

ક્ષમાનો ગુણ સર્વોત્તમ છે કારણકે તે બધાને વશમાં કરી લે છે. કયું એવું સુખ છે જે એના વડે ન મેળવી શકાય? ક્ષમાશીલ વ્યક્તિનું દુર્જન કશું બગાડી શકતો નથી.

 

જયારે અગ્નિને ઇંધણ મળતું નથી ત્યારે તે આપોઆપ સ્વયં ઓલવાઈ જાય છે એવીજ રીતે ક્ષમાશીલ માનવીનું દુશ્મન કશું જ બગાડી શક્તિ નથી, કારણકે જ્યાં પ્રતિરોધ ન હોય ત્યાં જોર કરનાર ખુદ જ ઉંધા મો એ પડે છે. એનાથી વિપરીત બદલાની આગમાં સળગતો માનવી ખુદ પોતાનો જ સર્વનાશ નોતરે છે.

 

સમર્થ અને શક્તિશાળી હોવા છતાં બીજાને ક્ષમા કરનાર તથા નિર્ધન હોવા છતાં દાન પ્રવૃત્તિ કરનાર માનવી સ્વર્ગના સુખ ભોગવે છે.

 

ક્ષમાશીલ મનુષ્યને લોકો નિર્બળ તથા શક્તિહીન સમજવા લાગે છે, આ જ એક દોષ ક્ષમારૂપી ગુણ માં હોય છે. પરંતુ આવું સમજવું અજ્ઞાનતા છે. ક્ષમા નિર્બળતા નથી, એ તો પરમબળ છે. આ નિર્બળોનો ગુણ છે, બળવાનોનું આભુષણ છે.

 

જે કુળોમાં તાપ, જપ, વેદ અધ્યયન, યજ્ઞોનું અનુષ્ઠાન, પવિત્ર વિવાહ, દાન અને ઉતમ આચાર-વિચાર આ સાત ગુણો છે તે જ મહાકુળ છે.

 

ધનહીન હોવા છતાં જે કુળ આચાર-વિચારમાં , વ્યવહારમાં સદાચારી હોય છે તેજ કુળ શ્રેષ્ઠ કુળ માનવામાં આવે છે અને મહાન યશ પ્રાપ્ત કરે છે.

 

જવાબ છોડો