VIDUR NITI GUJRATI SUVICHAR

જેઓ બીજાની નિંદા કરે છે, પોતાના કૃત્યો અને વચનોથી બીજાના આત્માને દુ:ખ પહોંચાડે છે, જેઓ ક્યારેય કોઈનાથી સહમત નથી થતા, પોતાના અહંકારથી વશીભૂત બની હંમેશા વિરોધ કરતા રહે છે, અને નિષ્પક્ષ ચિંતન નથી કરતા, જેની પાસે રહેવાથી હૃદય ભયભીત રહે કે કોણ જાણે શું કરશે? શું કહેશે? જે સ્વાર્થી, કલહપ્રેમી, ઈર્ષ્યાળુ, ધૂર્ત, અથવા પાપી હોય, જે દારૂનું સેવન કરતો હોય એવા માનવીઓને તરત ત્યાગી દેવા જોઈએ.

 

જે માનવી જેવી સંગતમાં રહે છે તેવો જ બની જાય છે. જેવી રીતે કાપડ ઉપર એજ રંગ ચઢે છે, જેની સંગતમાં તે આવે છે. એવી રીતે જીવની પણ ગતિ થાય છે. આ એક પ્રાકૃતિક સિધ્ધાંત છે. એવું જોવામાં આવ્યું છે જો કોઈ સિંહનું બચ્ચું ઝરખની સાથે પાલન પોષણ મેળવે તો સંસ્કારમાં બધા જ ગુણો સિંહના હોવા છતાં તે ઝરખના જેવું જ આચરણ કરવા લાગે છે.

 

સજ્જન પુરુષ માટે એ જરૂરી છે કે તે કોઈની ઈર્ષ્યા ન કરે, સ્ત્રીઓની મર્યાદાની રક્ષા કરે, ઐશ્વર્ય તેમજ ધન – સંપત્તિને વહેંચીને ભોગવે, એણે મધુરભાષી, સરળ સ્વભાવવાળો અને સ્ત્રીઓ સાથે મીઠાશથી વર્તવું પરંતુ તેના વશમાં ન રહેનાર બનવું જોઈએ.

 

પોતાનું કલ્યાણ ઇચ્છનાર વ્યક્તિએ હંમેશા ઉત્તમ પુરુષોની સંગતમાં જ રહેવું જોઈએ. સંકટ કાળમાં મધ્યમ પુરુષની સગંત પણ ખરાબ નથી, પરંતુ કોઈપણ પરિસ્થિતિમાં નીચ વ્યક્તિની સંગત કરવી જોઈએ નહિ.

 

મનુષ્ય ધન પોતાની તીવ્ર બુદ્ધિથી, નિરંતર પુરુષાર્થ કરીને અથવા હોરી જેવા નીચ કર્મોથી પણ કમાઈ શકે છે, પરંતુ સદ્કર્મ તો વિવેકથી જ ઉત્પન્ન થાય છે. એના વગર ધનનો મહિમા વ્યર્થ બની જાય છે. સદગુણોના અભાવથી ધનના આધારે પ્રશંસા, યશ તેમજ કીર્તિ પ્રાપ્ત કરી શકતો નથી.

 

દુ:ખ અને અજંપો ઉત્પન્ન કરનારો, પ્રમાદી, અહંકારી, હંમેશા પોતાના હિત માટે સત્યનું રૂપ બદલી નાખનાર અર્થાત જુઠું બોલી તેને સત્ય કહેનાર, જેનો વિશ્વાસ શિથિલ બની ગયો હોય, જેના હૃદયમાં સ્નેહ ન હોય, અને જે પોતાની જાતને સર્વાધિક બુદ્ધિમાન અને ચાલક ગણાતો હોય, એવા સાથે ક્યારેય સંબંધ રાખવો જોઈએ નહિ.

 

ક્રોધરૂપી હળાહળ ઝેર રીગ વગર ઉત્પન્ન થાય છે. તે તીખું, ઝેરીલું, કડવું, બુદ્ધિને ભ્રષ્ટ કરનાર, આપત્તિમાં ભસાવી દેનાર, કઠોર, સ્વજનો અને શુભચિંતકોથી દુર કરી દેનારું હોય છે. વિવેકવાન પુરુષો તેને ઉત્પન્ન થતા જ પી જાય છે, પરંતુ દુષ્ટ, અહંકારી, અને મુર્ખ તેના વશમાં થઇ જાય છે.

 

અહંકાર, આત્મપ્રશંસા, ભોગ પ્રત્યે લાલસા, (ત્યાગ અને સંતુશ્તીનો અભાવ) ક્રોધ, પોતાના વિષે જ વિચારવું, સ્વજનો સાથે દગો અને ઈર્ષ્યાનો ભાવ, આ બધા અજ્ઞાની મુર્ખોના લક્ષણો છે. આવા લક્ષણોવાળો માનવી પોતાના જ કર્મોની આગમાં બળી જાય છે. આ બધા લક્ષણો મનુષ્યના આત્માને જ મરી નાખે છે માટે આ બધા દુર્જનોને ત્યાગી દેવા.

 

જેવી રીતે નાના-નાના છિદ્રોવાળી જાળમાં ફસાયેલી મોટી માછલીઓ જાળને ફાડી નાખે છે તેવી રીતે જ કાલ અને ક્રોધરૂપી માછલીઓ માનવીની માનસિકતામાં નાના નાના છિદ્રો જોતા જ સંપૂર્ણ મનુષ્યત્વને ફાડી નાખે છે. આનાથી વિવેક નષ્ટ થઇ જાય છે અને મનુષ્ય પશુ સમાન બની જાય છે.

 

પ્રભુત્વ અને ઐશ્વર્યનો નશો દારૂના નાશ કરતા પણ વધુ ઘાતક હોય છે. કારણ કે દારૂનો નશો તો માણસના મગજને પ્રભાવિત કરે છે. પરંતુ પ્રભુત્વ અને ઐશ્વર્યનો નશો તો માનવીના આત્માને દુષિત કરી દે છે. આવા માનવીને સર્વનાશ થયા વિના ભાન નથી આવતું.

 

જેઓ વિવેકવાન છે તેઓ પપકર્મોના પરિણામનો વિચાર કરીને તેને કરતા જ નથી, એવા લોકો જ આ સંસારમાં પ્રગતિ કરે છે. એનાથી વિપરીત જે વ્યક્તિ પરિણામને જાણતો હોવા છતાં અથવા તો વિચાર કર્યા વિના પાપકર્મ કરે છે તેવો મુર્ખ માનવી વિકટ સંકટમાં ફસાઈ જાય છે.

 

જવાબ છોડો