VIDUR NITI GUJRATI SUVICHAR

જે દીન-હીનની ઉપેક્ષા નથી કરતો, જે લોક-વ્યવહારમાં બુદ્ધિમત્તાનું પ્રદર્શન કરે છે, જે શક્તિશાળીથી યુદ્ધ નથી કરતો, અને જે આવશ્યકતા હોય ત્યારે પોતાના પરાક્રમનો પરિચય કરાવે છે, તેવા ધીર પુરુષને શ્રેષ્ઠ જ માનવો જોઈએ.

 

શ્રેષ્ઠ પુરુષો મૂર્ખાઓથી વિવાદ નથી કરતા, તેઓ નિરર્થક કલેશ પણ નથી ઈચ્છતા, આવા પુરુષો પ્રત્યેક પ્રકારની કીર્તિ પ્રાપ્ત કરી સુખ ભોગવે છે.

 

જે અકારણ કોઈને ત્યાં નથી જતો, જે દુષ્ટો તથા પાપીઓની સંગત નથી કરતો, જે પરસ્ત્રીગમન નથી કરતો, જે અહંકારી નથી, જે ક્રોધ નથી કરતો, જે પરનિંદા નથી કરતો, જે મદીરા સેવન નથી કરતો, જે ચોર અથવા લંપટ નથી, તે મનુષ્ય શ્રેષ્ઠ છે. તેઓ હંમેશા સુખી રહે છે.

 

શ્રેષ્ઠ માનવીઓએ ૧. અહંકાર ૨. માદકતા ૩. જડતા ૪. નિંદ્રા ૫. અસાવધાની ૬. શત્રુની ગતિવિધિઓ પ્રત્યે લાપરવાહી ૭. પોતાના મુખ ઉપર આવનારા હૃદયના ભાવો ૮. દુષ્ટ સલાહકારો ૯. મુર્ખાઓ પ્રત્યે વિશ્વાસ, આ બધાથી દૂર રહેવું જોઈએ.

 

શ્રેષ્ઠ મનુષ્ય પરનિંદા, આત્મ પ્રશંસા, અહંકાર, વેરની ભાવના, ઈર્ષ્યા વગેરે અવગુણોથી દૂર જ રહે છે. એ તો શત્રુ તથા પાપી દુષ્ટો પ્રત્યે પણ ભાવુક બની તેમના કલ્યાણની કામના કરે છે. આવા મનુષ્યો દેવતા સાથે પણ સ્પર્ધા કરે છે.

 

જે મનુષ્ય પોતાના હૃદયમાં નિવાસ કરનાર કામ, ક્રોધ, શોક, મોહ તેમજ મદને વશમાં કરી લે છે, તે ઇન્દ્રીઓને જીતીને પાપકર્મમાં સંડોવાતો નથી અને આ કારણે જ તેને ક્યારેય દુ:ખી થવું પડતું નથી.

 

પાંચ ઇન્દ્રિયવાળા મનુષ્યની જો એક પણ ઇન્દ્રિય તેના વશમાં ન હોય તો તેની બુદ્ધિ મશકના છિદ્રમાંથી ટપકતા પાણીની જેમ નસ્ટ થઇ જાય છે.

 

જે મનુષ્ય શબ્દ, રૂપ, રસ, સ્પર્શ તથા ગંધ પ્રત્યે આકર્ષિત બની પતંગિયાની જેમ બુદ્ધિભ્રષ્ટ બની દોડે છે તેનો અંત પણ પતંગિયા સમાન હોય છે અર્થાત તે નષ્ટ થઇ જાય છે.

જે માનવી હૃદયના વિકારોવાળી પાંચેય ઇન્દ્રિયોના વિષયરૂપી હૃદયના શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યા વિના બીજા શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવા માંગે છે તે સ્વયં પોતાનો વિનાશ નોતરે છે.

જે માનવીની ઇન્દ્રિયો તેના વશમાં નથી હોતી તે ખરાબને સારું અને સારાને ખરાબ માને છે. જયારે મોહમાં ફસાયેલો અજ્ઞાની મનુષ્ય દુ:ખને જ સુખ માની દુ:ખ ભોગવતો રહે છે.

જવાબ છોડો