VEGITABLE FACIAL GUJARATI
જયારે આપણે પાર્લરમાં જઈએ છીએ ત્યારે કેટલીકવાર દુવિધા થાય છે કે કયું ફેશિયલ કારાવવું ? એમાયે જયારે ઘરમાં પ્રસંગ હોય ત્યારે સ્કિન કેર વિષે ખાસ વિચારતા હોઈએ છીએ. તેના માટે જરૂરી છે આપણી ત્વચાની જરૂરિયાત સમજવી તથા આપણા બજેટને ધ્યાનમાં રાખવું. ફક્ત નામ સાંભળીને કે કોઈએ તે ફેશિયલ કરાવ્યું હોય તે પ્રમાણે ફેશિયલ કરાવવું ઠીક નથી. તો અહી ફેશિયલના પ્રકાર અને કઈ સ્કિન માટે કયું ફેશિયલ કરાવવું તેની માહિતી જોઈએ.

 

વેજિટેબલ ફેશિયલ :

સૌ પ્રથમ ક્લીનઝીંગ કરી ફેઈસ ક્લીન કરવો.

 

સ્ક્રબથી ડીપ ક્લીન્ઝીંગ કરી બ્લેકહેડ્સ – વાઈટહેડ્સ દૂર કરી અસ્ટ્રીન્જન્ટ લગાવવું.

 

ત્યારબાદ બટાટા, કાકડી, ટામેટા વગેરેનો ફ્રેશ વેજિટેબલ જ્યૂસ લઇ, ગેલ્વનિક પ્લસ કરંટથી ૭ મિનિટ મસાજ કરવો.

 

પછી સ્કિનના પ્રકાર પ્રમાણે ક્રીમથી મસાજ કરવો.

 

માસ્ક બનાવવા માટે બટાટા, કાકડી, અને ગાજર છીણીને તેમાં સ્કિન પ્રમાણે ફેસ પેક મિક્સ કરવો.

 

ગોઝ્પીસને ગુલાબજળમાં બોળીને ફેઈસ પર મુકવો. અને તેની ઉપર તૈયાર કરેલો ફેસ પેક ૧૫ થી ૨૦ મિનિટ માટે મુકવો.

 

પછી વેજિટેબલ ફેસ પેકને લઈને ફેઈસને ૫ થી ૭ મિનિટ યથાવત રહેવા દેવો.

 

છેલ્લે, ફેઈસ ક્લીન કરી સન પ્રટેકશન લોશન લગાવવું.

 

જવાબ છોડો