YAVU MUDRA IN GUJRATI

મુદ્રા કરવાની રીત :-

તર્જની ( અંગૂઠાની બાજુવાળી ) આંગળીને વાળીને અંગૂઠાની જડમાં લગાવી, એને અંગૂઠાથી સહેજ દબાણ આપવાથી વાયુ મુદ્રા બને છે.

 

વિશેષ :-

આ મુદ્રા કરવાથી વાયુ તત્વ ઘટે છે. વાયુ મુદ્રાના પ્રભાવથી રોગીના શરીરમાં વાયુ – તત્વ શીઘ્રતાથી ઘટવા લાગે છે. અને વાયુના કૃપિત થવાથી ઉત્પન્ન થવાવાળા બધા જ રોગ શાંત થઇ જાય છે.

 

વાયુ મુદ્રાની સહયોગીની પ્રાણ મુદ્રા છે. જો વાયુ મુદ્રાના પ્રયોગથી કોઈવાર રોગને શાંત પડવામાં વાર લાગે તો વાયુ મુદ્રાની સાથે પ્રાણ મુદ્રાનો અભ્યાસ થોડા સમય માટે કરવો હિતકર છે. આમ પણ બધા રોગોમાં પ્રાણ મુદ્રાનો પ્રયોગ પ્રાણ શક્તિને વધારવા માટે લાભદાયક હોય છે.

 

હસ્ત રેખા વિજ્ઞાનની દષ્ટિએ વાયુ મુદ્રાથી શની પર્વત અને રેખાના દોષ દૂર થાય છે.

 

સમયની સીમા :-

તીવ્ર વાયુ રોગ થતાં જ 45 મિનિટ સુધી આ મુદ્રાને કરવાથી 12 થી 24 કલાકમાં લાભ થાય છે. વાયુની જૂની બીમાંરીયોમાં આ મુદ્રા રોજ 15 મિનિટથી 45 મિનિટનો અભ્યાસ કરવાથી ધીરે – ધીરે ફાયદો થાય છે. વાયુ દર્દ, કમ્પન વાયુ, ગાંઠો વગેરે જુના રોગીઓને ઘણા લાંબા સમય સુધી આ મુદ્રા કરવાથી લાભ થાય છે. પરંતુ રોગ શાંત થઇ જાય પછી વાયુ મુદ્રાનો અભ્યાસ બંધ કરી દેવો જોઈએ.

 

લાભ :-

આ મુદ્રાથી બધા જ પ્રકારના વાતરોગ જેવા કે ગઠિયા, કંપન વાયુ, અથવા હાથ – શિર વગેરેનું સ્વયં કાપવું કે હલવું, સાયટિકા, વાયુશૂળ, લકવા વગેરે દવા વિના સારા થઇ શકે છે. એવા રોગીઓને આ મુદ્રાનો અધિકાધિક અભ્યાસ કરવાની જરૂરત રહે છે.

 

વાયુ મુદ્રાથી કંપન વાયુનો કષ્ટ સાધ્યરોગ થોડા સમયમાં સારો થઇ જાય છે.

 

મોં વાકું થઇ જવાથી અને ગર્દન જકડાઈ જવાથી તથા સર્વાઈકલ સપોડીલાઈસીસમાં વાયુ મુદ્રાનો પ્રયોગ લાભદાયક છે. વાયુ મુદ્રા કરવાથી હાથના મણીબંધની વચમાં વાતનાડીમાં બંધ લાગી જાય છે. વાતજન્ય ગરદનના દર્દમાં વાયુ મુદ્રા લગાવ્યા બાદ હાથના કાંડાને જમણી બાજુ ઘુમાંવવાથી વાતનાડીમાં ખટ-ખટની ધ્વની થાય છે. જે કાંડાને બીજા હાથથી પકડીને વાત નાડી પર અંગુઠાથી હલકું દબાણ આપીને ગોળાકાર – જમણી અને ડાબી બાજુ બે – ચાર વાર ઘુમાંવવાથી બંધ થઇ જાય છે. ખટ – ખટની ધ્વનિ સમાપ્ત થતા જ ગરદનના દર્દમાં આરામ થઇ જાય છે.

 

જો જકડવાનું દર્દ જમણી તરફની ગરદનમાં હોય તો જમણા કાંડાને ઘુમાવવું જોઈએ. અને જો ગરદનની ડાબી તરફ દર્દ હોય તો ડાબા કાંડાને ઘુમાવવું જોઈએ. અને પૂરી ગરદન હોય તો બંને કાંડાને એકના પછી બીજું ડાબી – જમણી બાજુ ઘુમાવવું જોઈએ. મોં ના અર્ધા ભાગમાં મોં વાંકું થઇ જાય તો પણ ગરદન જકડાઈ જવામાં જે પ્રકારે હાથનું કાંડું ઘુમાંવવામાં આવે છે. એ જ પ્રકારે ઘુમાંવવાથી લાભ થાય છે.

 

ઘુટણોના દર્દમાં વાયુ મુદ્રા વિશેષ ઉપયોગી સિદ્ધ થાય છે.

 

જવાબ છોડો