VARUN MUDRA GUJRATI

મુદ્રા બનાવવાની રીત :-

સૌથી નાની આંગળી (કનિષ્ઠિકા) ને અંગૂઠાના આગળના ભાગ સાથે મેળવવાથી વરૂણ મુદ્રા બને છે.

 

વિશેષ :-

વરૂણ મુદ્રાનો નિરંતર અભ્યાસ કરવાથી શરીરમાં જળતત્વની કમીથી ઉત્પન્ન થવાવાળા રોગો અને ઉપદ્રવો શાંત થાય છે.

 

સમયની સીમા :-

આ મુદ્રાનો પ્રયોગ આવશ્યકતા અનુસાર કરવો.

 

લાભ :-

આ મુદ્રાથી શરીરમાં રૂખાપણું નષ્ટ થઈને સ્નિગ્ધતા (ચીકણાપણું) આવે છે.

 

જળતત્વની કમીથી જેમનું લોહી વિકૃત થઇ ગયું હોય અથવા શરીરમાં રૂખાપણું આવી ગયું હોય. એને રક્તશુદ્ધિ તથા ત્વચામાં સ્નિગ્ધતા લાવવાને માટે વરૂણ મુદ્રાનો અભ્યાસ લાભદાયક રહે છે.

 

આ મુદ્રાના અભ્યાસથી જળતત્વની કમીથી ઉત્પન્ન થયેલી વ્યાધિઓમાં (જેવી કે ગેસ્ટ્રોએસ્ટરાઈટિસ, શરીરમાં ખેંચાણ કે ખેંચનું દર્દ થવું વગેરે) માં પણ આરામ થાય છે.

 

જવાબ છોડો