અંદર છત ને ચાર દીવાલ

બહાર ખુલ્લું વ્યોમ વિશાળ

ગ્રીષ્મ છૂટે ને તાપ વરસે

પંખાની વા ઉની ઉની વાય

વૃક્ષ ના તો પર્ણ હલે નહિ ને

હલે તો તાપ સીર પર જાય

બારી પાસે બેસી રહીને

સૌ પરસેવે નહાય

કાકાને ત્યાં, મામાને ત્યાં

સૌ દાદા ને ત્યાં જાય,

રજા રજા કરતા કરતા

રાજાએ પૂરી થાય ને

તાપેય ચાલ્યો જાય

જવાબ છોડો