BLEACH TYPES GUJARATI TIPS
બ્લીચના મુખ્ય બે પ્રકાર છે. ક્રીમ બ્લીચ અને પાઉડર બ્લીચ. તેના વિશેની માહિતી અહી જોઈશું. ઉપરાંત સ્કિન અનુસાર ક્યાં બ્લીચનો પ્રયોગ કરવો તે તેની માહિતી નીચે મુજબ છે.
1 . ક્રીમ બ્લીચ :
ક્રીમ બ્લીચ એ સૌથી વધારે વપરાતું બ્લીચ છે. આ બ્લીચ લોકલ તેમજ ઈમ્પોર્ટેડ તૈયાર મળે છે. ક્રીમ બ્લીચ વાપરવામાં ઘણું સરળ છે. ક્રીમ વધારે અને એક્ટીવેટર ઓછો લઇ બ્લીચ બનાવવું. પરંતુ જો સ્ટ્રોંગ ઈફેક્ટ જોઈતી હોય તો એક્ટીવેટર થોડો વધારે લેવો.
2 . પાઉડર બ્લીચ :
પાઉડર બ્લીચ માટે નીચે પ્રમાણેનું મટીરિયલ્સ લેવું.
=> બ્લીચ પાઉડર – 1 ચમચી
=> અમોનિયા – 4 થી 8 ટીપા
=> હાઈડ્રોજન પેરોકસાઈડ – પેસ્ટ બનાવવા જેટલું
=> એન્ટીસેપ્ટિક વોટર – ડેટોલવાળું અથવા સેવલોનવાળું
=> કોલ્ડ વોટર
આ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી પેસ્ટ બનાવો. ત્યારબાદ ચહેરા પર લગાવો.

સ્કિન અનુસાર બ્લીચનો પ્રયોગ :

મિલ્ક બ્લીચ :

સંવેદનશીલ સ્કિન પર હંમેશા મિલ્ક બ્લીચનો ઉપયોગ કરવો જોઈએ.
તે દૂધના પાઉડરનું બનેલું હોય છે. તેથી તે ત્વચાને કોઈ હાનિ પહોંચાડતું નથી. તેને અમોનિયા સાથે મિક્સ કરીને સંવેદનશીલ ત્વચા પર ઉપયોગ કરવો જોઈએ.

સોપ ક્લેક્સ બ્લીચ :

તૈલીય ત્વચાની સાથે હંમેશા એ પરેશાની હોય છે કે આ ત્વચા પર ખીલ, મોટા-મોટા દાણા નીકળી પડે છે. માટે તૈલીય ત્વચા પર ‘સોપ ક્લેક્સ બ્લીચ’ નો પ્રયોગ કરવો જોઈએ. કારણ કે તે એન્ટીસેપ્ટિક હોય છે. અને તેને સાબુની જેમ ત્વચા પર ઘસીને પ્રયોગ કરવો જોઈએ.

એલોવેરા બ્લીચ :

આ બ્લીચનો પ્રયોગ મૈચ્યોર સ્કિનવાળાએ કરવો જોઈએ, કારણ કે જેમ-જેમ ઉંમર વધે છે તેમ સ્કિન ઢીલી થતી જાય છે, માટે સ્કિન પર વધારે અમોનિયાવાળી બ્લીચનો પ્રયોગ ના કરવો, નહિ તો સ્કિન ડ્રાય થઇ જાય છે અને ચહેરા પર કરચલીઓ જલદી દેખાવા લાગે છે.
એલોવેરા બ્લીચ એંજિગ બ્લીચ હોય છે, ત્વચામાં કોમળતા પ્રદાન કરે છે.

ઓઈલ બેઝ બ્લીચ :

આ બ્લીચનો પ્રયોગ રૂખી (શુષ્ક) ત્વચા પર કરવો જોઈએ, કારણ કે આ બ્લીચ અમોનિયા ક્રિશટલ ફોમમાં આવે છે. જે ત્વચા પર કોમળતાને બરકરાર રાખે છે.
તેનાથી ત્વચા રૂખી થતી નથી. ડેટ સી મિનરલ એક એવું ઉત્પાદન છે જેની અંદર ઓઈલ બેઝ બ્લીચનો પ્રયોગ થાય છે. જે ફક્ત રૂખી ત્વચા માટે જ બનેલું હોય છે.

જવાબ છોડો