GUJRATI TEACHER JOKES
માસ્તર વર્ગમાં આઈઝેક ન્યુટન જેવા શોધકોની વાત કરતા હતા.
તેમણે ચંદુને પૂછ્યું: બોલ જોઉં, તને કોઈ શોધ કરવાનું કહે તો તું શેની શોધ કરે?
હું એવું યંત્ર શોધી કાઢું કે જેનું બટન દબાવવાથી બધું જ ગૃહકાર્ય આપમેળે થઇ જાય.
બેસી જા, તારા જેવો આળસુનો પીર મેં ક્યારેય જોયો નથી. માસ્તરે ચિડાઈને કહ્યું.
પછી તેમણે છનીયાને પૂછ્યું: બોલ છનીયા તું શેની શોધ કરે?
સાહેબ, હું એવું યંત્ર શોધી કાઢીશ કે જે આપમેણે ચંદુના યંત્રનું બટન દબાવી આપે.
વર્ગમાં વ્યાકરણ શીખવતા શિક્ષકે પપ્લુંને પૂછ્યું: 'બોલ, પપલુ!
'મનોજે લગ્ન કર્યા' નું ભવિષ્યકાળ શું થશે?'
'મનોજ છૂટાછેડા લેશે.' પપલુંએ ખુબ જ ભોળપણથી જવાબ આપ્યો.
શિક્ષક: 'પપલુ ! તને કશું આવડતું નથી. જયારે હું તારી ઉમરનો હતો ત્યારે હંમેશા ક્લાસમાં પહેલા નંબરે આવતો હતો.'
પપલુ: 'હા, પણ તમને તો કોઈ હોંશિયાર શિક્ષક ભણાવતા હશે ને?'
શિક્ષક : 'ફળ તોડવાનો સૌથી સારો સમય કયો?'
વિધાર્થી : 'માલિક ઊંઘતો હોય ત્યારે જ .'
શિક્ષક : 'પેલો શંકર ભણવામાં એક્કો છે.'
કનું : 'સાહેબ ! કાળીનો કે ચોકડીનો ?'
શિક્ષક : 'બટુક ! ખંડ કેટલા છે?'
બટુક : 'સાહેબ ! ખંડ ત્રણ છે. લોખંડ, પાખંડ અને શીખંડ.'
શિક્ષક : 'કિશોર ! એવી વસ્તુનું નામ આપ જોઉં, જે તું રોજ ખાય છે, છતાં તને ગમતું નથી.'
કિશોર : 'સાહેબ ! આપનો તમાચો.'
શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું, 'હું તને એક સવાલ પૂછું છું. જો તેનો સાચો જવાબ આપીશ તો બીજો સવાલ નહિ પૂછું.'
'બોલ તારા માથામાં કેટલા વાળ છે ?'
'એક લાખ, અગિયાર હજાર, એકસો અગિયાર.'
તને આ કેવી રીતે ખબર પડી ?'
'મેં ગણ્યા છે. તમને વિશ્વાસ ન હોય તો ગણી લો.'
'પોતે મૂર્ખ છે એવું જેમને લાગતું હોય તેમણે ઉભા થવું.' શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું.
ઘણા સમયથી કોઈ જ ઉભું ન થયું. આખરે એક વિદ્યાર્થી ઉભો થયો.
'કેમ તું તારી જાતને મૂર્ખ સમજે છે ?'
'અહં.....હં......એમ હું મૂર્ખ નથી.' વિદ્યાર્થીએ ઠાવકાઈથી કહ્યું,
'પણ આપ ઘણા સમયથી એકલા જ ઉભા છો, એ કોઈ હિસાબે મને ન ગમ્યું, એટલે.'

જવાબ છોડો