cosmetics ALERGY TIPS IN GUJARATI
દરેક વ્યક્તિની ત્વચાનું બંધારણ અલગ અલગ હોય છે, ઘણા લોકોની ત્વચા સંવેદનશીલ હોય છે આથી તેમને ઘણા કોસ્મેટીકથી એલર્જી હોઈ શકે છે. પરંતુ એ જાણવું મુશ્કેલ છે કે કઈ વસ્તુ થી એલર્જી થાય છે. એલર્જીને ઘણા પ્રકારમાં વહેચી શકાય છે જેમકે કોઈકની ત્વચા ફાટી જાય છે તો કોઈને સોજા ચડી જાય છે, તો ઘણી વખત ત્વચા લાલ થઇ જાય છે. સંવેદનશીલ ત્વચાને સાબુ કે સાબુ માં વાપરતા રાસાયણિક દ્રવ્યોથી એલર્જી થતી હોય છે, જેમકે ડીટરજન્ટ બેઝ્ડ શેમ્પુ અથવા ડાય, formaldehyde, અને polyester-blends in fabrics જેવાકે ખાસ કરીને લીનન ના કપડા. લસણ, આદું, ડુંગળી, ટામેટા અને ગાજર જેવા આવશ્યક પદાર્થ કોસ્મેટીક વસ્તુઓ, એરોમાથેરાપી, વેજીટેબલ પ્લાન્ટ્સ વગેરે માં વપરાય છે. ક્યારેક કોસ્મેટીક થી પણ એલર્જી થઇ શકે છે.

 

કોસ્મેટીક વસ્તુઓ વાપરતા પહેલા હમેશા નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખો:

  • વધારે પડતા કોસ્મેટી પ્રોડક્ટ્સ અથવા નવા નવા કોસ્મેટીક પ્રોડક્ટ્સ ના અખતરા સ્કીન એલર્જીને નોતરે છે.
  • ગંદા અને સાફ ન કરાયેલા બ્રશ અને મેકપના બીજા સાધનો થી સ્કીન એલર્જી થઇ શકે છે. ખાસ કરીને નવા કોસ્મેટીક અને મેકપ માટે જુના પ્રોડક્ટ્સમાં વપરાયેલા અને સાફ ન થયેલા બ્રશ અને બીજા સાધનો નો ઉપયોગ ટાળો.
  • કોઈપણ નવા કોસ્મેટીક પ્રોડક્ટ વાપરતા પહેલા તે ભેળસેળવાળું કે દુષિત નથી તે બરાબર ચકાસી લો. કારણકે તેનાથી સ્કીન પ્રોબ્લેમ થવાના જ.
  • દરેક પ્રોડક્ટ માટે તેના પ્રોપર બ્રશ જ વાપરો, ખોટા પ્રકારના બ્રશ સ્કીન ઇરીટેશન કરે છે. મોટાભાગના કોસ્મેટીક પ્રોડક્ટ માટે નેચરલ હેર બ્રશ જ વાપરો અને જયારે ક્રીમ બેસ્ડ ફોર્મ્યુલા હોય ત્યારે સિન્થેટીક કે નાયલોન હેર બ્રશ વાપરો.કારણકે સિન્થેટીક બ્રશ ઓછું ક્રીમ પકડી શકે છે આથી તેનો અતિરેક થવાની શક્યતાઓ ઘટી જાય છે.

 

નીચે પ્રમાણે સાવચેતીના પગલા લો:

  • જો તમને સ્કીન એલર્જી હોય તો કોઈપણ પ્રોડક્ટ વાપરતા પહેલા તેનો તમારી ત્વચા પર એક ટેસ્ટ કઈ લો.
  • કોસ્મેટીક નો ઉપયોગ કરતા પહેલા હાથ બરાબર સાફ કરી લો, ખાસ કરીને જયારે આખો માટે વપરાશ થતો હોય.કારણકે હાથમાં રહેલા બેક્ટેરિયા થી ઇન્ફેકશન થઇ શકે છે.
  • હમેશા કોસ્મેટીક પ્રોડક્ટની એક્ષ્પાઇરી ચેક કરી લો અને જો ટે એક્ષ્પાયર થઇ ચુક્યું હોય તો તુરંત જ તેને ફેકી દો.

જવાબ છોડો