SURYA MUDRA GUJRATI

મુદ્રા બનાવવાની રીત :-

અનામિકા (સૌથી નાની આંગળીની સાથેની) આંગળીને અંગૂઠાની જડમાં લગાવીને અંગૂઠાથી સહેજ હલકું દબાણ કરવાથી સૂર્ય મુદ્રા બને છે.

 

વિશેષ :-

આ મુદ્રાને પદ્માસનમાં બેસીને બંને હાથોથી કરવી જોઈએ.

 

શરીરનું વજન ઘટાડવા માટે આ મુદ્રા વિશેષ લાભકારી છે. આ મુદ્રામાં અનામિકા દ્વારા હથેળીમાં થાઇરોઈડ ગ્રંથીનું એ કેન્દ્ર દબાય છે. જેના દ્વારા એક્યુપ્રેશર સારવાર પદ્ધતિમાં શરીરના ભારેપણાને ઓછું કરી શકાય છે.

 

સમયની સીમા :-

સૂર્ય મુદ્રાને પ્રતિદિન પાંચ મિનિટથી પંદર મિનિટ સુધી દિવસમાં બે વાર સવાર – સાંજ કરવી જોઈએ.

 

લાભ :-

સૂર્ય મુદ્રાનો નિયમિત અભ્યાસ કરવાથી શરીરનું મોટાપણું ( જાડાપણું ) ઓછું કરી શકાય છે.

 

શરીરના ભારેપણામાં કમી આવવાની સાથે એનાથી માનસિક તણાવમાં પણ કમી આવે છે.

 

જવાબ છોડો