SAFALTA-NISFALTA SUVICHAR

જ્યાં નીતિ અને બળ બંને કામમાં લેવાય છે ત્યાં બધી બાજુથી સફળતા પ્રાપ્ત થાય છે.

 

તમે તળિયે પછડાયા છો ત્યારે કેટલે ઊંચે ઊઠો છો એ તમારી સફળતાની પારાશીશી છે.

 

તમારા ઉદ્દેશ્યમાં નિષ્ઠા એ જ સફળતાનું રહસ્ય છે.

 

જો તમે જીવનમાં સફળતા મેળવવા માંગતા હોવ તો ધીરજને પોતાનો પરમ મિત્ર, અનુભવને પોતાનો બુદ્ધિમાન સલાહકાર, સાવધાનીને પોતાનો મોટો ભાઈ અને આશાને પોતાનો સંરક્ષક બનાવી લો.

 

ઉત્સાહ, સામર્થ્ય અને મનમાં હિંમત આ સફળતા મેળવવાના આવશ્યક ગુણો છે.

 

સિદ્ધિ હેઠળ અનેક ભૂલો ઢંકાયેલ હોય છે.

 

જ્યાં અલ્પ મુશ્કેલી ત્યાં અલ્પ સિદ્ધિ.

 

ધનના અભાવ કરતા પણ શક્તિના અભાવથી જ મોટે ભાગે અસફળતા મળે છે.

 

ક્ષણભરની સફળતા વર્ષોની અસફળતાની કમીને પૂરી કરી દે છે.

 

નિષ્ફળતાની ઈમારત બહાનાના પાયા પર રચાતી હોય છે.

 

નિષ્ફળતા જ સફળતાની ચાવી છે.

 

નિષ્ફળતા જ સિદ્ધિ મેળવવાના પગથિયા સમાન બની રહે છે.

 

સફળ થનારાના દુ:ખ કોઈ જાણતું નથી.

 

પરાજય ક્ષણિક છે. એને સનાતન બનાવે છે હતાશા.

 

દુનિયા માને છે કે તમારી સફળતા માટે તમારા સિવાય બાકીના બધા જ પરિબળો કારણભૂત છે પણ નિષ્ફળતા આવે છે ત્યારે આ જ દુનિયા માને છે કે તેનું કારણ તમે અને એકમાત્ર તમે જ છો.

 

તમારી સફળતા વખતે લોકો તમને જેટલા સારા માને છે તેટલા સારા તમે નથી હોતા, તે જ રીતે તમારી નિષ્ફળતા વખતે લોકો તમને જેટલા ખરાબ માને છે તેટલા ખરાબ પણ તમે નથી હોતા.

 

જવાબ છોડો