spa treatment GUJARATI
સ્પા એ ન તો કેવળ આપણા તનને સુંદર બનાવે છે, પરંતુ તે આપણા મન મસ્તિષ્ક ને પણ ઉર્જા પ્રદાન કરે છે. જે આપણને એક ભરપૂર તાજગીનો અહેસાસ પણ કરાવે છે. માનસિક, શારીરિક, આત્મિક સ્ફૂર્તિ અને શાંતિ પ્રદાન કરતા ‘સ્પા’ સ્વાસ્થ્ય અને સૌંદર્યને પ્રકૃતિ સાથે જોડે છે. જયારે આપણે દોડધામ કરતી જિંદગીમાંથી થાકીને થોડી ક્ષણો આરામ કરવા ઈચ્છીએ છીએ ત્યારે પ્રકૃતિ જ આપણને પોતાની ગોદમાં આશ્રય આપે છે. આપણે પ્રકૃતિના આ જ ગુણોને વિભિન્ન રૂપોમાં અપનાવ્યા છે. જેમાંથી એક છે _’સ્પા’.

 

‘સ્પા’ શું છે :-

સ્પા ટ્રીટમેન્ટ એક એવી પદ્ધતિ છે જેમાં પ્રાકૃતિક ઉપચારો દ્વારા સ્નાન કરાવવામાં આવે છે, જેનાથી ન કેવળ બહારની તરફ, પરંતુ અંદરની તરફ પણ તન-મન રીલેક્સ થઇ જાય છે. અને આપણે આપણી વ્યસ્ત દિનચર્યામાં પાછા જવા માટે તરોતાજા થઇ જઈએ છીએ.

 

‘સ્પા’ ની પ્રક્રિયા :-

બ્યુટી પાર્લર, હેલ્થ ક્લીનિક દ્વારા સ્પા સેંટર ચલાવવામાં આવે છે. આજકાલ હોટલોમાં પણ સ્પા સંસ્કૃતિ ઝડપથી ફેલાઈ રહી છે.

 

તેમાં ખનીજ કે પ્રાકૃતિક તત્વોની સહાયતાથી સ્નાન દ્વારા શરીરનો ઉપચાર કરવામાં આવે છે.

 

ત્વચાનો પ્રકાર જાણીને, તે પ્રમાણે ઉપચાર પ્રક્રિયા આરંભ થાય છે, જે કેટલાક સ્ટેપ વાઈઝ કરવામાં આવે છે.

 

સ્પા ઉપચાર દરમિયાન હર્બલ ચા નું સેવન કરાવવામાં આવે છે, જેનાથી શરીરના ઝેરી પદાર્થો નીકળી જાય છે.

 

તેની પ્રક્રિયામાં જડી-બુટ્ટી યુક્ત તેલ દ્વારા મસાજ, અરોમાથેરેપી, સ્કીન અને હેર ટ્રીટમેન્ટ, બોડીસ્ક્રબ, માટી દ્વારા રૈપ સ્લીમિંગ મસાજ, સોના બાથ, શાવર બાથ, બ્યૂટી બાથ, ચિલ્ડ બાથ વગેરે શામેલ હોય છે.

 

‘સ્પા’ થી થતા લાભ :-

સ્પા થી શારીરિક સૌંદર્ય અને સૌષ્ઠવ જળવાય રહે છે.

 

ત્વચાની મૃત કોશિકાઓ દૂર થવાથી તેમાં નવી જાન આવે છે. અને રક્ત સંચાર સારી રીતે થાય છે.

 

શરીરમાં થતા દર્દ, થાક અને જડતા દૂર થાય છે.

 

સ્પા કરવાથી ખૂબસુરતીનો ખુશનુમા અહેસાસ થાય છે.

 

ત્વચાની સ્થિતિસ્થાપકતા, લચીલાપણું વધે છે.

 

તન-મન બંને રીલેક્સ થઇ જાય છે.

 

જવાબ છોડો