SNAKE BIRD
જળ કૂકડી (સર્પ ગ્રીવ)| Snake bird (darter) | પંખી

darter

આ પંખી લાંબી ડોક ને ચાંચ ને લીધે ૩ ફૂટ ૯૦ સે.મી. થાય. ડોક સાપ જેવી જ હોવાથી સર્પ ગ્રીવ. આખું ચળકતું કાળું પીઠ પાંખો પર રૂપેરી રાખોડી રેખાઓ દેખાય. ડોક ને ચાંચ ભુખરી. ડોકની પાછળ માથેથી શરૂ થઈને ખભા સુધી કાળી પટ્ટી. ડોકની બંને બાજુ આંખ પાસેથી નીકળતી સફેદ રેખા ખભા સુધી, આંખ પીળી, ચાંચ લાંબી મજબૂત અને એકદમ ભાલા જેવી અણીદાર ને પગ કળા હોય છે.
આ પંખી ઝાડ પર બેઠું હોય ને તમે જનતા હો કે એ પંખી જ છે છતાં એની ડોક ને મોઢું ને આંખ ને ચાંચ સાપ જેવી જ લાગે ને બીક લાગે. પાણીમાં તરતી હોય ત્યારે પણ એવી જ લાગે.
આખું શરીર ડુબાડીને માત્ર ડોક ને મોઢું જ બહાર રાખીને તરે છે. મોટે ભાગે એકલ દોકલ કે નાના ટોળામાં પણ છૂટી છૂટી ફરે. ડૂબકી મારીને ૫૦ ફૂટ દૂર નીકળે છે. માછલી દેખે એટલે એકદમ ભાલા જેવી ચાંચ એમાં પરોવી દે. અથવા ચાંચમાં પકડી લે. પછી મોઢું બહાર કાઢીને ડોકનો ઝટકો મારી માછલીને અધ્ધર ઉછાળે ને મોટે ભાગે માછલી ઊંધે માથે એની ચાંચમાં જ પડે ને તરત ગળી જાય. આમ માછલી પકડવા માટે તેમજ ઉડાડવા માટે એની ડોકની વચ્ચે ખાસ હાડકાની ગોઠવણી છે.
ખોરાક મુખ્ય માછલી જ . માળાનો સમય જેઠથી શ્રાવણ. દક્ષિણ ભારતમાં કારતકથી માઘ માળો સાંઠીઓનો કરે ને ટોળામાં ફરે. ઈંડા ૩ ઠી ૪ લીલાશ પડતા વાદળી મુકે. વરસાદ પડે કે બીજે જ દિવસે હાજર હોય પણ સુકા પ્રદેશમાં હવે નથી દેખાતી. એને જળ કૂકડી પણ કહેવાય છે.

darter1-150x150 darter2-150x150 darter4-150x150

જવાબ છોડો