સ્કિનની સમસ્યાઓ – Skin Problems

0
241
SKIN CARE IN GUJARATI
આયુર્વેદ અનુસાર આ સૃષ્ટિમાં ત્રણ દોષ રહેલા છે. જે પૃથ્વી, જળ, અગ્નિ, અને વાયુ આકાશ તત્વથી બનેલા છે. પ્રત્યેક મનુષ્ય આ ત્રણ દોષોમાં વિભક્ત છે.

 

  1. વાત્ત દોષ ( વાયુ અને આકાશ તત્વ )
  2. પિત્ત દોષ ( અગ્નિ અને જળ તત્વ )
  3. કફ દોષ ( જળ અને પૃથ્વી તત્વ )

 

આપણા શરીરની ત્વચા પણ આ ત્રણ દોષોના આધાર પર વહેંચાયેલી છે. અને તેના આધારે જ ત્વચામાં ખૂબીઓ અને ખામીઓ રહેલી હોય છે. આ દોષોમાં કોઈપણ પ્રકારનું અસંતુલન થવાથી તેની સીધી જ અસર ત્વચા પર દેખાય છે. તો અહી જોઈએ કે તમારી સ્કિન ક્યાં પ્રકારની છે, અને તેની સમસ્યાનો ઉપાય શું છે ?

 

1. વાત્ત દોષ :

વાત્ત દોષથી યુક્ત ત્વચા રુખી, પાતળી, કોમળ અને સ્પર્શમાં ઠંડી હોય છે.

 

શરીરમાં વાત્ત દોષ જો સંતુલિત હોય તો ત્વચા કાંતિવાન અને આકર્ષક લાગે છે, જયારે વાત્ત દોષમાં અસંતુલનને કારણે ત્વચા વધારે રુખી અને ખરબચડી થઇ જાય છે.

 

સ્વાભાવિક સમસ્યાઓ :

આ પ્રકારની સ્કિનમાં ઉંમર કરતા વધારે મોટી ઉંમરની અસર જલ્દી દેખાવા લાગે છે.

 

સ્કિન રુખી અને પાતળી હોવાને કારણે ફેઈસ પર કરચલીઓ જલ્દી પડવા લાગે છે.

 

આના સિવાય આ પ્રકારની ત્વચાવાળી વ્યક્તિની જો પાચનક્રિયા ઠીક ન હોય તો ઓછી ઉંમર હોવા છતાં ત્વચા વૃદ્ધ દેખાવા લાગે છે અને રંગ પણ ઘેરો થઇ જાય છે.

 

માનસિક તણાવ, ચિંતા, કે અનિદ્રા વાત્ત દોષવાળી વ્યક્તિની સ્કિન સમય પહેલા જ વૃદ્ધ કરી દે છે.

 

ઉપાય :

વાત્ત દોષવાળી વ્યક્તિની સ્કિન રુખી હોવાથી એ વાતનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે ત્વચાની કોમળતા જળવાઈ રહે તે માટેના ઉપાય કરવા જોઈએ.

 

ત્વચામાં આવશ્યક કોમળતા લાવવા સૌથી પહેલા ખાન – પાનની રીતભાત સુધારવાની જરૂર છે. આ દોષવાળી વ્યક્તિએ પોતાના આહારમાં ગરમ, ચીકાશવાળા પદાર્થો ( ઘી, દૂધ, માખણ ), ખાટી, ખારી, કે મીઠી વસ્તુઓ ( ફળ, પ્રાકૃતિક મીઠા ખાદ્ય પદાર્થો ) વગેરેને આહારમાં શામેલ કરવા જોઈએ.

 

ફાસ્ટ ફૂડ કે બજારુ ચીજોથી દૂર રહેવું જોઈએ.

 

દિવસમાં વધારે પ્રમાણમાં 8 – 10 ગ્લાસ હુંફાળું પાણી જરૂર પીવું.

 

અ બધા ઉપાયોના અનુસરણથી શરીરમાં વાત્ત દોષ સંતુલિત રહેશે.

 

2. પિત્ત દોષ :

પિત્ત દોષ યુક્ત ત્વચા ગોરી, કોમળ, ગરમ અને થોડી જાડી હોય છે.

 

શરીરમાં પિત્ત દોષ સંતુલિત હોય તો ત્વચા આછી ગુલાબી સોનેરી ચમક્વાળી હોય છે.

 

સ્વાભાવિક સમસ્યાઓ :

પિત્ત દોષ યુક્ત ત્વચામાં ખીલ, દાણા, ડાઘ અને પિગમેંટેશન ની સમસ્યા સામાન્ય છે.

 

શરીરમાં અગ્નિ તત્વની અધિકતાને લીધે ત્વચા ગરમીને સહન કરવા માટે સહજ હોતી નથી.

 

ઉપાય :

સૂર્યના કિરણો, હાઇલી હિટીંગ થેરેપી જેવા ફેશિયલ કે ટોનિંગ ટ્રીટમેન્ટથી બચો.

 

ગરમ અને મસાલેદાર ખોરાક ખાવામાં પરેજી રાખો. પિત્ત દોષ યુક્ત ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે, માટે વધુમાં વધુ પાણી પીવું જોઈએ. જેનાથી શરીરના અનાવશ્યક અવયવ બહાર નીકળી શકે.

 

આર્ટિફિશીયલ મેકઅપના સાધનોની બદલે પ્રાકૃતિક કોસ્મેટીક સાધનોનો ઉપયોગ કરવો.

 

યોગ, ધ્યાન, અને વ્યાયામથી શરીરને સંતુલિત બનાવી રાખવા લીલા શાકભાજી અને ફળોનો વધુમાં વધુ ઉપયોગ કરવો.

 

3. કફ દોષ :

કફ દોષ યુક્ત ત્વચા જાડી, તૈલીય, કોમલ અને સ્પર્શમાં ઠંડી હોય છે.

 

કફ દોષ સંતુલિત હોય તો ત્વચાનો રંગ ચમકીલો ચાંદની જેવો સફેદ હોય છે.

 

કફ દોષ યુક્ત ત્વચામાં વાત્ત અને પિત્ત દોષની તુલનામાં કરચલીઓ મોડી પડે છે.

 

સ્વાભાવિક સમસ્યાઓ :

શરીરમાં કફ દોષના અસંતુલનથી ત્વચામાં બ્લેક હેડ્સ, ખીલની સમસ્યા સૌથી વધારે હોય છે.

 

ઉપાય :

આ દોષવાળી ત્વચામાં સૌથી વધારે સફાઈની જરૂર હોય છે.

 

સ્કીન વધારે ઓઈલી હોવાને કારણે ક્રીમી વસ્તુઓથી બચો.

 

હળવો ખોરાક લેવો. ખાવામાં જૈતુન ના તેલનો ઉપયોગ કરવો.

 

હુંફાળા પાણીથી નહાવું જોઈએ જેથી શરીરના રોમછિદ્ર ખુલે.

 

અન્ય સ્કિનની સમસ્યાઓ :

બ્લેક હેડ્સ :

સ્કિનના છિદ્રોમાં સિબમ જામી જવાથી બ્લેક હેડ્સ થાય છે. આ સ્થિતિને મટાડી શકાતી નથી. કારણ કે સ્કિનના પ્રકાર ઉપર આધારિત છે.

 

વાઈટ હેડ્સ :

સિબમના સ્ત્રાવ પછી જામી ગયેલા છિદ્રો ખુલ્લાં ન હોવાથી વાઈટ હેડ્સ થાય છે. તેને મિલિયા પણ કહેવાય છે.

 

ખીલ :

ઓઈલી સ્કીનને લીધે યંગ એજમાં થતો આ એક નોર્મલ પ્રોબ્લેમ છે. વધુપડતી સક્રિય તૈલી ગ્રંથીના કારણે બ્લેક હેડ્સ થાય છે અને જયારે એમાં ઇન્ફેકશન લાગે છે ત્યારે ખીલ થાય છે.

 

ખીલ વિષે વધારે વાચવા માટે અહી ક્લિક કરો

 

ખીલના ઘરેલું ઉપચાર વાચવા માટે અહી ક્લિક કરો

 

એલર્જી :

એલર્જી થવાના કારણોમાં ખોરાક, સ્પર્શ, દવા, ધૂળ, કેમિકલ્સ, ઇન્ફેકશન વગેરેનો સમાવેશ થઇ શકે .

 

ફ્રેકલ્સ :

સૂર્યના કિરણોથી સ્કિન ઉપર જોવા મળતા ડાર્ક બ્રાઉન રંગના ડોટ્સને ફ્રેકલ્સ કહેવાય. ફેઅર સ્કિનમાં જલદી ફ્રેકલ્સ થવાની શક્યતા છે. તડકામાં રહેવાથી ફ્રેકલ્સ વધી જાય છે.

 

પિગ્મન્ટેશન :

સ્કિનમાં થતા મેલેનીનના ફેરફાર અને આંતરિક ફેરફાર પિગ્મન્ટેશન થવાનું મૂળ કારણ છે. પિગ્મન્ટેશનમાં સ્કિન પર ઝાંખા કે ઘેરા ગોળ ડાઘ જોવા મળે છે. પિગ્મન્ટેશન થવાના બીજા પણ ઘણા કારણો છે.

 

અન્ડર આઈ ડાર્ક સર્કલ :

આ પ્રોબ્લેમ થવાના ઘણા કારણો છે, જે પૈકી ઓછી ઊંઘ, આઈઝને વધુ તકલીફ, વિટામીનની ખામી, માનસિક તણાવ, માંદગી, વારસાગત કારણો વગેરે મુખ્ય છે.

 

મસા :

મસા નાના અને ડાર્ક કલરના હોય છે. નાના મસા સૌંદર્યમાં વધારો કરે છે, પરંતુ મોટા મસા સારા લાગતા નથી.

 

કોઢ :

કોઢ સ્કિનમાં મેલેનિનની ઊણપ અથવા ખામીથી થતો રોગ છે. કોઢ સ્કિન પર વાઈટ ડાઘા રૂપે દેખાય છે. આ ડાઘ ધીમે ધીમે વધતા જાય છે.

 

હર્પિસ :

હર્પિસ વાઇરસથી થતો ચેપી રોગ છે. હર્પિસ લિપ્સના કોર્નરમાં કે નોઝ પર જોવા મળે છે.

 

કણી :

એપિડર્મિસમાં સેલના વધુ પડતા ઉષ્ણતામાન કે સ્પાસ્મેન વાઇરસથી કણી જેવું દેખાય છે. કણીની ટ્રીટમેન્ટ ડોક્ટર પાસે થઇ શકે.

 

હાઈપર ટ્રાયકોસીસ ( જાડી રુવાંટી ) :

તે હોર્મોન્સ અને ગ્રંથિઓના અસંતુલનથી થાય છે. હાઈપર ટ્રાયકોસીસ જેવા રોગનો ઈલાજ પર્મનન્ટ હેર રીમુવિંગ, લેસર પદ્ધતિથી કરવામાં આવે છે.

 

જવાબ છોડો