SKIN FRIEND
કોઈપણ વ્યક્તિનું સ્વાસ્થ્ય કેવું છે તેનું અનુમાન તેની ત્વચાને જોઇને લગાવી શકાય છે, કેમકે ત્વચા આપણા શરીરનું બાહ્ય આવરણ છે, જે શરીરના તાપમાનને સંતુલિત રાખવાથી લઈને શરીરની અંદર રહેલા તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે. અને તેનાથી જ આપણને મળે છે સ્વચ્છ અને કાંતિમય ત્વચા. પરંતુ ઘણીવાર આપડા દ્વારા થયેલી થોડીક એવી બેકાળજીથી ખૂબસુરતી નષ્ટ થવા લાગે છે. અને તેથી ત્વચા રુખી અને નિર્જીવ થઇ જાય છે. પણ ત્યારે આપણને સમજાતું નથી કે શા કારણે આવું થાય છે?

 

માટે જેટલી કાળજી આપણે આપણા કામ પ્રત્યે રાખીએ છીએ તેટલી જ કાળજી ત્વચાની પણ રાખવી જોઈએ. કારણ કે શુષ્ક, ખરબચડી, અને બેજાન ત્વચા આપણી ખોટી જીવનશૈલી કે યોગ્ય કાળજી ન રાખવાને કારણે થાય છે. માટે એ જરૂરી છે કે ત્વચાને નુકશાન પહોંચાડતી વસ્તુઓને પહેલા જાણીએ, અને પછી તેનું નિદાન કરીએ. તેમજ ત્વચા માટે કઈ વસ્તુઓ જરૂરી છે તે જાણીને ત્વચાની યોગ્ય માવજત કરીએ.

 

ત્વચાના કેટલાક દુશ્મન હોય છે તેનાથી બચીને રહેવું જોઈએ. અને કેટલાક મિત્ર હોય છે તેને જાણીને અજમાવવા જોઈએ.અહી ત્વચા ( સ્કિનના ) મિત્ર ક્યાં છે તે દર્શાવ્યા છે.

 

સ્કિન ( ત્વચા ) ના મિત્ર :-

સ્કિનની રક્ષા માટે કોઈ સારી કંપનીના સનસ્ક્રીન ક્રીમનો ઉપયોગ કરો, કારણ કે તે સૂર્યના કિરણોથી આપણી ત્વચાનું રક્ષણ કરે છે.

 

રોજે સવારે માઈલ્ડ ક્લીન્ઝરથી ચહેરાને સાફ કરો.

 

ઊંઘમાં આપણી ત્વચાનું રિપેરિંગ થાય છે. મૃત કોશિકાઓ ઉપર આવે છે જે ચહેરાની ત્વચા ઉપર ચોખ્ખી દેખાય આવે છે. સાથે સાથે ઊંઘમાં પરસેવો પણ થાય છે, તેથી સવારે ઉઠીને ચહેરાને સારી રીતે પાણીથી ધોઈ લેવો.

 

સંતુલિત તેમજ યોગ્ય વિટામીન અને મિનરલ્સ યુક્ત આહાર ત્વચાને હંમેશા સુંદર અને મુલાયમ બનાવી રાખે છે. તેથી સ્વસ્થ ત્વચા માટે આપણે ભોજનમાં વિટામીન એ, સી, ઈ, બી યુક્ત પદાર્થો નો હંમેશા ઉપયોગ કરવો જોઈએ.

 

સ્કિન એક્સપર્ટના કહેવા મુજબ પરસેવો થાય ત્યારે તેને ગંદા હાથોથી કે મેલાં કપડાથી લુછીને સાફ ન કરો. બની શકે તો સ્વચ્છ સુતરાઉ રૂમાલ કે ટીશ્યુ પેપરથી સાફ કરો.

 

ત્વચાને અંદરથી જ કોમળ બનાવવી એ જ તેને હંમેશા સ્વસ્થ અને મુલાયમ બનાવી રાખવાનો રાઝ છે. ત્વચાને અંદરથી કોમળ બનાવવા માટે વધારે ને વધારે પાણી પીવું જોઈએ.

 

હળવી કસરત કરવાથી પણ સ્કિનને સ્વસ્થ અને મુલાયમ બનાવી શકાય છે. કસરત કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે. તેનાથી તણાવ પણ ઓછો થાય છે અને ઊંઘ પણ સારી આવે છે.

 

ત્વચાની સ્વસ્થતા માટે ઈ.પી.એ.જરૂરી છે, માછલીઓના તેલમાં જોવા મળે છે. તે ત્વચાની સ્વસ્થતા માટે એક જરૂરી તત્વ છે, જે ત્વચાની તંદુરસ્તી માટે જરૂરી તત્વોમાં જયારે અસંતુલન થાય છે ત્યારે તેમાં સંતુલન બનાવી રાખે છે.

 

તેને વિટામીન ‘ ઈ ‘ ની સાથે લેવામાં આવે તો વધારે ફાયદો થાય છે.

 

આલ્કોહોલ અને સિગરેટનું સેવન ન કરવું.

 

સ્ક્રબિંગ કરવા માટે તેના નિર્દેશ પ્રમાણે ધ્યાનથી ધીમે ધીમે કરવું.

 

ખીલથી છુટકારો મેળવવા માટે કોઈ સારા ક્લીન્ઝીંગ મિલ્કથી ચહેરાની સફાઈ કરો. તેમજ તૈલીય, મસાલેદાર, ચરબી યુક્ત ભોજનથી પરેજી રાખો. લીલા શાકભાજી, સલાડ વગેરેનો ઉપયોગ ભોજનમાં વધુ કરવો.

 

સ્કિનની કોમળતા જળવાય રહે તે માટે ન્હાવાના પાણીમાં કેટલાંક ટીપા બાથ – ઓઇલના મેળવી તેનાથી સ્નાન કરવું. તેનાથી ત્વચા પર તેલનું પાતળું પડ છવાઈ જશે અને ત્વચામાં કોમળતાની કમી નહિ રહે.

 

મહિનામાં એક વખત ફેશિયલ કરાવવું જોઈએ. જેનાથી ત્વચાને અશુધ્ધતાઓથી છુટકારો મળશે.

 

નિયમિત રીતે નાઈટ ક્રીમનો ઉપયોગ કરવો.

 

ભરપૂર માત્રામાં ઊંઘ લેવી. અને કામની વચ્ચે પણ જયારે સમય મળે ત્યારે આરામ જરૂરથી કરવો.

 

આકરા તડકામાં સ્કિન, આંખો, અને વાળ પણ ખરાબ થઇ જાય છે. તેથી જયારે પણ તડકામાં ઘરની બહાર નીકળવાનું થાય ત્યારે સનગ્લાસ, છત્રી, કે સ્કાફનો ઉપયોગ કરવો.

 

રાત્રે સુતા પહેલા ત્વચાની નિયમિત પણે ઓઈલ યુક્ત ક્રીમથી માલિસ કરવી જોઈએ.

 

ત્વચાને નીરોગી રાખવા માટે સ્વચ્છ પાણી પીવું અને ચા નો ઉપયોગ જેટલો બની શકે તેટલો ઓછો કરવો.

 

ચહેરા પરના ડાઘ દૂર કરવા માટે એક નાની ચમચી બોરિક પાઉડર અને એક ચમચી બેસન પાણીમાં મેળવીને પેસ્ટ બનાવી લો. તેને ચહેરા પર લગાવી, સુકાઈ જાય પછી ઠંડા પાણીથી ધોઈ નાખો.

 

ત્વચામાં સ્નિગ્ધતા લાવવા માટે અડદની દાળના પાઉડરમાં ગુલાબજળ, ગ્લિસરીન અને બદામ મેળવીને ચહેરા પર લગાવો.

 

જવાબ છોડો