સ્કિન(ત્વચા)ના દુશ્મન

0
164
skin enimy IN GUJARATI
કોઈપણ વ્યક્તિનું સ્વાસ્થ્ય કેવું છે તેનું અનુમાન તેની ત્વચાને જોઇને લગાવી શકાય છે, કેમકે ત્વચા આપણા શરીરનું બાહ્ય આવરણ છે, જે શરીરના તાપમાનને સંતુલિત રાખવાથી લઈને શરીરની અંદર રહેલા તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે. અને તેનાથી જ આપણને મળે છે સ્વચ્છ અને કાંતિમય ત્વચા. પરંતુ ઘણીવાર આપડા દ્વારા થયેલી થોડીક એવી બેકાળજીથી ખૂબસુરતી નષ્ટ થવા લાગે છે. અને તેથી ત્વચા રુખી અને નિર્જીવ થઇ જાય છે. પણ ત્યારે આપણને સમજાતું નથી કે શા કારણે આવું થાય છે?

 

માટે જેટલી કાળજી આપણે આપણા કામ પ્રત્યે રાખીએ છીએ તેટલી જ કાળજી ત્વચાની પણ રાખવી જોઈએ. કારણ કે શુષ્ક, ખરબચડી, અને બેજાન ત્વચા આપણી ખોટી જીવનશૈલી કે યોગ્ય કાળજી ન રાખવાને કારણે થાય છે. માટે એ જરૂરી છે કે ત્વચાને નુકશાન પહોંચાડતી વસ્તુઓને પહેલા જાણીએ, અને પછી તેનું નિદાન કરીએ. તેમજ ત્વચા માટે કઈ વસ્તુઓ જરૂરી છે તે જાણીને ત્વચાની યોગ્ય માવજત કરીએ.

 

પહેલા એક નજર તમારી સ્કિનને પારખતા જુઓ. શું ખરેખર તમારી સ્કિન એટલી જ સ્વચ્છ અને જીવંત દેખાય છે જેટલી તે હોવીજોઈએ. નહીં ને ? તો પછી સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે એવી કઈ કઈ વસ્તુઓ છે જેનાથી તમારી સ્કિનની ખૂબસુરતી છીનવાઈ જાય છે.

 

ત્વચાના કેટલાક દુશ્મન હોય છે તેનાથી બચીને રહેવું જોઈએ. અને કેટલાક મિત્ર હોય છે તેને જાણીને અજમાવવા જોઈએ.અહી ત્વચા ( સ્કિનના ) દુશ્મન ક્યાં છે તે દર્શાવ્યા છે.

 

આકરો તાપ :-

 • સૂર્યનો આકરો તાપ આપણી સ્કિનનો સૌથી મોટો દુશ્મન છે.
 • ત્વચા પરની કરચલીઓ, વધારે ઉંમર દેખાડનાર સ્કિન પરના આછા ભૂરા રંગના ડાઘ, અને ત્વચાનું કેંસર આકરા તાપને લીધે થાય છે.
 • કાળા રંગની ત્વચાની અપેક્ષાએ ગોરા રંગની ત્વચાને આ તાપના કિરણોથી નુકશાન વધારે થાય છે.

 

સિગરેટ :-

 • ત્વચા વિશેષજ્ઞો અને અનુસંધાનકર્તાઓનું કહેવું છે કે ધૂમ્રપાનથી ત્વચામાં બ્લડ સર્કુંલેશન ઓછું થાય છે.
 • ધૂમ્રપાન એ રક્ત વાહિનીઓને સંકોચે છે, જેના કારણે ત્વચાને પોષણ મળે છે. તેમજ એક સિગરેટ પીવાથી 25 મિલીગ્રામ વિટામીન ‘સી’ ઓછું થઇ જાય છે.
 • વૈજ્ઞાનિકો એવું માને છે કે ત્વચા માટે વિટામીન ‘સી’ ખૂબ જ જરૂરી છે. તેની ઊણપના લીધે જ ધુમ્રપાન કરવાવાળી વ્યક્તિ ઉંમરની પહેલા જ વધારે ઉંમરની દેખાવા લાગે છે.

 

ખીલ :-

 • ખીલ સુંદર ત્વચાનો દુશ્મન છે. તે યુવાવસ્થામાં આપણી ત્વચા પર સ્વાભાવિક રીતે જ ઉભરી આવે છે. કારણ કે કિશોરાવસ્થામાં જ હોર્મોન્સ પરિવર્તનને લીધે ત્વચામાં તૈલીય સ્ત્રાવ વધારે થાય છે.
 • આ સ્ત્રાવ ત્વચાના છિદ્રોને બંધ કરી દે છે અને ખીલનું રૂપ લઇ લે છે. તેની સાથે જ સ્ટેફાઈલો કૌકલ જીવાણું અને રક્તની અશુદ્ધિને કારણે પણ ખીલ થાય છે.
 • તેનાથી છુટકારો મેળવવાની કોશિશમાં કેટલાક યુવાનો ઉલ્ટા-સીધા ઉપાયો અપનાવે છે. જેનાથી ત્વચા પર ડાઘ પડી જાય છે, અને તે જીવનભર રહે છે.

 

ડાઘ :-

 • ડાઘ મીન્સ FRECKELS ( ચામડી પર આછા ભૂરા રંગનું ટપકું કે ડાઘ ).
 • કેટલાક સ્ત્રી – પુરુષોના નાક પર અને આંખોની નીચે આવા ડાઘ પડી જાય છે.
 • આવું લગભગ પેટ કે યકૃતની ખામી અથવા ગર્ભાશયના દોષને કારણે થાય છે.

 

કોમળતાયુક્ત ત્વચાનો મોહ :-

 • મોટાભાગે એવું જોવા મળે છે કે કેટલીક સ્ત્રીઓ કારણ વગર જ માની લે છે કે તેની ત્વચામાં કોમળતાની આવશ્યકતા છે.
 • પોતાની આવી ધારણાથી મોઈશ્ચરાઈઝીંગ કરી કરીને પોતે જ પોતાના ચહેરાને નુકશાન પહોંચાડે છે.

 

અત્યધિક સ્ક્રબિંગ :-

 • ચહેરા પર વારંવાર સ્ક્રબિંગ સ્વસ્થ ત્વચા માટે ખતરનાક સાબિત થાય છે. કારણ કે વધારે પડતા સ્ક્રબિંગથી ત્વચા લાલ થઇ જાય છે. અને તેની પરખ બની જાય છે, જે ખરતી રહે છે.

 

તણાવ :-

 • એ તો આપણે સૌ જાણીએ છીએ કે તણાવ તંદુરસ્તીનો દુશ્મન છે.
 • ત્વચા વિશેષજ્ઞોનું કહેવું છે કે તણાવ ત્વચાનો પણ દુશ્મન છે. કારણ કે જયારે આપણે તણાવગ્રસ્ત હોઈએ છીએ, ત્યારે આપણા શરીરમાં ‘ એડ્રીનલિન ‘ નામક હોર્મોન થાય છે. અને આ હોર્મોન રક્તશીરાઓમાં સંકોચન પેદા કરે છે. જેનાથી ત્વચાને ઓક્સિજન મળતો નથી.

 

કરચલીઓ :-

 • ત્રીસની ઉમરમાં ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. પણ કેટલીકવાર બેજવાબદારીના લીધે સમયની પહેલા જ કરચલીઓ થવા લાગે છે.
 • સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી આપણી ત્વચાનું રક્ષણ નથી કરતા ત્યારે ચહેરા પર કરચલીઓ પડવાની શરુ થઇ જાય છે.
 • તે ઉપરાંત તણાવગ્રસ્ત સ્થિતિમાં શરીરમાં પ્રાકૃતિક રીતે ચીકાશ ઉત્પન્ન કરવાવાળી સિબેસિયસ ગ્રંથીઓ સંકોચાઈ જાય છે. ચીકાશનો અભાવ થવાથી સ્કિન ડ્રાય થઇ જાય છે.
 • ચહેરા પર ડ્રાયનેસ થવાની સાથે નેણની આસપાસ અને માથાની લાઈનીંગની આસપાસ કરચલીઓ થઇ જાય છે.

 

વિટામીનયુક્ત સૌંદર્ય પ્રસાધનોનો વધારે ઉપયોગ :-

 • આજકાલ બજારમાં ત્વચાને મુલાયમ અને તાજી બનાવવા માટે વિટામીન ‘A’, ‘C’, ‘E’, ‘A H A S’, ‘B H A S’, વગેરે યુક્ત ક્રીમોની બોલબાલા છે. પરંતુ ચહેરા પર વિટામીન યુક્ત લોશન અને ક્રીમનો અત્યાધિક ઉપયોગથી ત્વચાનો સત્યનાશ થઇ જાય છે.

 

અત્યધિક સ્ટીમ લેવી :-

 • સ્ટીમ ( વરાળ ) લેવાના કારણે ત્વચાના રોમછીદ્ર ખુલી જાય છે, તે હાનિકારક પણ છે. કારણ કે સ્ટીમ લેવાથી રોમછીદ્ર વધારે ફેલાય છે. જેનાથી ત્વચા વધારે ખીલવાળી થઇ જાય છે.

 

વિશ્રામ ન લેવો :-

 • આજે વ્યસ્તતાભરી જીંદગીમાં માણસ શરીરને મશીન સમજીને તેનો પ્રયોગ કરતો રહે છે, જેનું પરિણામ એ આવે છે કે દિન-પ્રતિદિન ત્વચા ધીમે-ધીમે મુરઝાવા લાગે છે. કેટલાયે પ્રકારની બીમારીઓનું ઘર બને છે.

 

અનિદ્રા :-

 • અનિદ્રાની પરેશાનીથી આજે દરેક માણસ ગ્રસ્ત છે. જેવી રીતે પર્યાપ્ત અને સંતુલિત આહાર લઈએ છીએ, તેવી જ રીતે સ્વાસ્થ્ય અને નીરોગી રહેવા માટે ભરપુર ઊંઘ લેવી જરૂરી છે.
 • કારણ કે અનિદ્રાને લીધે વ્યક્તિ દિવસે ને દિવસે નિર્બળ થઈ જાય છે. અને એકદમ ચીડિયો, અને ક્રોધિત થઇ જાય છે. જેની અસર ત્વચા ઉપર પડે છે.

જવાબ છોડો