SIRKEER CUCKOO
સીરકીર । SIRKEER  CUCKOO

SIRKEER-CUCKOO-300x269

સીરકીર કોયલ એટલે ઉડતો નોળિયો જ . એને તમે ઉડતું જોયું હોય પછી જમીન પર દોડતું જુઓ તો એમ જ થાય કે આ નોળિયો જ છે. ઉડતું જોયું એ ભ્રમ હશે.
મોટું હોવાથી બે ઇંચ નાનું લગભગ ૧૭ ઈંચનું પણ માથાથી પૂંછડી સુધી આખું ખુલતા બદામી રંગનું. પીઠ પર ઘેરો, દાઢી પર સફેદ જેવો, પેટાળ ઘેરા ચોકલેટ રંગનું ચાંચ લાલચોળ પોપટ જેવી છેડે પીળી ને અણીદાર, આંખ ઉપર પાંપણો છે જેથી આંખની રક્ષા થાય છે. મોહુકાનું જ પિતરાઈ ને કોયલના કૂળનું છે. પણ માળા કરે છે.
જમીન પર જ ફરવું ને ઝડપથી દોડવું. ઝાડ પર ઝલદી ચડી શકે, ડાળે ડાળે કૂદતું ફરે. બોલે કર્કરું કેક કેક કેરેક એવો અવાજ કરે છે. ખોરાક ફળફળાદી ને જીવાત. પૂંછડી ભરાવદાર ને ચડા ઉતરી પીંછા વળી, એના પીંછા બહારના કાળા ને છેડા ધોળા એટલે ચટાપટા વાળી લાગે.
કંટાળા ઝાડમાં છીછરો માળો કરે. સાંઠી, મુળિયા, લીલા પાંદડાનો બનાવે. ને ઈંડા બે થી ત્રણ સફેદ મુકે. આપણે ત્યાં સુકા પ્રદેશમાં કાયમ રહેતું ને માળા કરતુ એક બહુ સુદર પંખી છે. મોહુકો જાણીતો છે તેટલું આ પંખી જાણીતું નથી પણ હંમેશા હોય છે. એને સીરકીર પણ કહે છે. ને સીરકીર કોયલ અથવા કક્કુ પણ કહે છે.

 images3-150x150 sirkeer-150x150 sirker1-150x150

જવાબ છોડો