નાનું ઝરણું ગાતું ગાતું જાય છે,

ગાતા ગાતા કહેતું મને જાય છે.

એક વૃક્ષ વાવ, એક વૃક્ષ વાવ,

વર્ષા લાવીને મારું ઝરણું ભરાવ.

ધરાને લીલીછમ મારા ઝરણાંથી બનાવ,

ચાંદ સૂરજનો પ્રકાશ ઝરણા સુધી લાવ.

વાદળી સાથે મારો સંગીત-તાલ મીલાવ,

કવિ દુનિયામાં મારા ઝરણાનો રંગ લાવ.

મારા સંગીતને તારી દુનિયામાં લાવ,

એક નવું કાવ્ય તું ઝરણામાંથી બનાવ.

જવાબ છોડો