SILVER FACIAL GUJARATI TIPS
જયારે આપણે પાર્લરમાં જઈએ છીએ ત્યારે કેટલીકવાર દુવિધા થાય છે કે કયું ફેશિયલ કારાવવું ? એમાયે જયારે ઘરમાં પ્રસંગ હોય ત્યારે સ્કિન કેર વિષે ખાસ વિચારતા હોઈએ છીએ. તેના માટે જરૂરી છે આપણી ત્વચાની જરૂરિયાત સમજવી તથા આપણા બજેટને ધ્યાનમાં રાખવું. ફક્ત નામ સાંભળીને કે કોઈએ તે ફેશિયલ કરાવ્યું હોય તે પ્રમાણે ફેશિયલ કરાવવું ઠીક નથી. તો અહી ફેશિયલના પ્રકાર અને કઈ સ્કિન માટે કયું ફેશિયલ કરાવવું તેની માહિતી જોઈએ.

 

સિલ્વર ફેશિયલ :

સિલ્વર ફેશિયલ રંગ સાફ કરવા માટે સારું છે. અને ઉનાળામાં કરાવવું વધારે યોગ્ય છે.

 

તેમાં શુદ્ધ ચાંદીની ડસ્ટનો પ્રયોગ કરવામાં આવે છે ત્યારે વધારે સારી ઈફેક્ટ આવે છે.

 

સિલ્વર ફેશિયલ નોર્મલ તથા ઓઈલી સ્કિન માટે હોય છે.

 

સિલ્વર ક્લીન્ઝરથી ૫ થી ૭ મિનિટ મસાજ કરી ફેઈસ ક્લીન કરવો.

 

સ્ક્રબથી ડીપ ક્લીન્ઝીંગ કરી બ્લેકહેડ્સ – વાઈટહેડ્સ દૂર કરી અસ્ટ્રીન્જન્ટ લગાવવું.

 

સિલ્વર પીલ પાઉડરને દહીં અથવા દુધમાં ૭ થી ૧૦ મિનિટ પલાળી રાખ્યા પછી ફેઈસ પર લગાવવો. પીલને ફેઈસ પર ૧૦ મિનિટ રાખીને દહીં અથવા દૂધ ( જેનાથી સિલ્વરપીલ પલાળ્યું છે ) તેનાથી મસાજ કરી દુર કરવું.

 

ત્યારબાદ ફરી સિલ્વર જેલ લગાવીને ગેલ્વનિક પ્લસ કરન્ટ અથવા અલ્ટ્રાસોનિક મશીનથી ૭ મિનિટ મસાજ કરવો. મશીનથી મસાજ કરતી વખતે સાથે સાથે સિલ્વર લોશન લગાવતા રહેવું.

 

પછી સિલ્વર જેલથી ૧૦ – ૧૫ મિનિટ મસાજ કરીને સિલ્વર પેક લગાવવો. પેક ૧૦ – ૧૫ મિનિટ રાખીને રીમુવ કરવો. છેલ્લે સન પ્રટેકશન લોશન લગાવવું.

 

જવાબ છોડો