SANKH MUDRA IN GUJRATI

મુદ્રા કરવાની રીત:

જમણા હાથના અંગુઠાને બે હાથની મુઠ્ઠીમાં બંધ કરીને જમણા હાથની તર્જની આંગળીને ડાબા હાથના અંગુઠા સાથે મેળવવાથી શંખ મુદ્રા બને છે. આ મુદ્રામાં જમણા હાથની બાકીની ત્રણ આંગળીઓ પાસે વાળીને ડાબા હાથની બંધ આંગળીઓ પર સહેજ હલકું દબાણ આપવામાં આવે છે. આ પ્રકારે હાથ બદલીને અથવા જમણા અંગુઠાને સીધા હાથની મુઠ્ઠીમાં બંધ કરીને શંખ મુદ્રા બનાવી શકાય.

 

વિશેષ:

આ મુદ્રામાં આપ જોશો કે મુઠ્ઠીમાં અંગુઠાનું દબાણ હથેળીના વચલા ભાગ પર અને મુઠ્ઠીની ત્રણ આંગળીઓનું દબાણ શુક્રના પર્વત પર પડે છે. જેનાથી હથેળીમાં આવેલ નાભી અને થાઇરોઈડ ગ્રંથી કેન્દ્ર(એક્યુપ્રેશર પધ્ધતિના અનુસાર) દબાય છે. જેના પરિણામ સ્વરૂપ આ મુદ્રા માં નાભી અને થાઇરોઈડના વિકાર દુર થાય છે.

 

આ મુદ્રા પૂજામાં પણ ઉપયોગી થાય છે.

 

સમયની સીમા:

શંખ મુદ્રાનો પ્રયોગ લાંબા સમય સુધી કરી શકાય છે.

 

લાભ:

શંખ મુદ્રા લાંબા સમય સુધી કરવાથી વાણી સંબંધી સમસ્ત દોષ દુર થાય છે. એનાથી ગળા અને થાઇરોઈડ ગ્રંથી પર સ્વસ્થ પ્રભાવ પડે છે. જેનાથી અવાજ મધુર બને છે અને સ્વરમાં રસ ઉત્પન્ન થઈને સ્વર સુધારે છે.

 

આ મુદ્રાનું નાભી ચક્ર સાથે વિશેષ સંબંધ છે, જેના કારણે નાભી સાથે સંબંધીત શરીરની ૭૨૦૦૦ નાડીઓ પર સુક્ષ્મ અને સ્વાસ્થ્ય વર્ધક પ્રભાવ પડે છે તથા સ્નાયુ મંડળ શક્તિ શાળી બને છે.

 

એના અભ્યાસથી પાચન સંસ્થાન પર સારો પ્રભાવ પડે છે. પાચન ક્રિયા સુધરે છે અને ભૂખ વધે છે. આતરડા અને પેટના નીચેના ભાગના વિકારો દુર કરવાને માટે આ મુદ્રા સહાયક છે.

 

જવાબ છોડો