રામનું જીવન રામાયાણમાં,

સાત કાંડ આવેછે તેમાં.

 

૫૦૦ વર્ષ પુરાણો પ્રાચીન,

શિક્ષા, પ્રેરણાનો મોટો રાશી.

 

એક વખતની વાત એવી,

કથા કહેતી રામની ભેળી.

 

આવ્યા વિશ્વામિત્ર દશરથ સમીપ,

લીધા યજ્ઞકાજ રામને સાથ.

 

મિથિલાં જતાં, વનચર ફર્યા,

કંઇ કેટલાયે ઉદ્ધાર કર્યા.

 

રસ્તે ફરતાં પહોચ્યા આશ્રમ,

જાગ્યુ કૌતુક શિલા જોઇ.

 

એના વિષે એક કથા છે એવી,

રામ ગણાય પુરુષોતમ જેથી.

 

બ્રહ્માજીએ ઉત્પન્ન કરી સુંદરી,

જેનુ નામ અહલ્યાબાઇ.

 

ઋષિ ગૌતમની તે થાપણ થઇ,

ને ફરી પત્ની તરીકે અર્પણ કરાઇ.

 

એક પ્રભાતે ઋષિ સ્નાનાર્થે જાય,

ત્યારે ઇંન્દ્રની તે ભોગી થાય.

 

ગૌતમ આવ્યા આશ્રમે,

જોતા બન્નેને આપ્યો શાપ.

 

અહલ્યા બની શિલા જડ,

ઇંન્દ્રે પડ્યા હજારો છીદ્ર.

 

પછી બંનેનું થીજ્યું શોણિત,

ને ઓસરતાં આંસુ પશ્ચાતાપ.

 

નિવૃતિ પૂછતા એક જ ઉપાય,

ચરણસ્પર્શ જો રામનો થાય.

 

રામના ચરણ શિલા પર ફરે,

ત્યાં શલ્યાની અહલ્યા થાય.

જવાબ છોડો