સ્મરણ છે એ રંગીન ક્ષણોનું

જેમાં હતું મારું સોનેરી શૈશવ

નર્તન મયુરનું ને વહેતા ઝરણાનું

કાલીઘેલી વાણીમાં વર્ણન હતું

શીતલ પવનનું ને વરસતા તાપનું

જુદી જુદી ઋતુમાં સહન હતું

શિક્ષકની શિક્ષાનું ને મિત્રોની મજાકનું

એવું ઉજ્જવળ ભવિષ્યનું ભણતર હતું

માતાની મમતાનું ને સંસારના સંસ્કારનું

જીવનભરના સંગ્રમનું શૌર્ય હતું.

જવાબ છોડો