save-daughter

* UNPF ( યુ. એન. પોલ્યુશન ફંડ ) દ્વારા ભારતમાં જે સર્વે કરાયો છે તેમાં સ્ત્રીઓનો જન્મદર ઓછો હોવાના કારણમાં મુખ્ય કારણ દહેજપ્રથા હોવાનું જણાવ્યું છે. સૌ કોઈ જાણે છે કે ચોક્કસ પ્રાંતમાં દીકરી પાછળ કરિયાવર, દહેજમાં લાખો રૂપિયા ખર્ચવા પડે છે. આ મહત્વનું કારણ માની શકાય.

 

* ભારતમાં અંધશ્રદ્ધા અને અજ્ઞાનતાનું પ્રમાણ વધુ છે તેથી પુત્રને ‘ ઈશ્વરની ભેટ ‘ ગણવામાં આવે છે. ‘ પુ ‘ નામના નર્કમાંથી ઉગરવા પુત્ર દ્વારા પિંડદાન દેવું જરૂરી છે. પુત્ર જ અગ્નિદાહ આપે, અને ઘડપણની લાકડી દીકરો બની રહે. તેવી માન્યતા પ્રચલિત હોવાને કારણે અશિક્ષિત સહીત શિક્ષિત લોકો પણ સ્ત્રી ભ્રુણ હત્યા કરાવે છે.

 

* ભારતીય સમાજમાં દીકરીને નાણાકીય બોજ ગણવામાં આવે છે. વળી, સમાજમાં સ્ત્રીઓની આત્મહત્યામાં લગભગ ૯૦ ટકા બનાવોમાં સાસરિયાનો ત્રાસ અથવાતો દહેજ કારણભૂત હોય છે. આથી એવી દલીલ કરવામાં આવે છે કે દીકરીને તેના સાસરિયામાં મરતી જોવી તેના કરતા તેને જન્મ પહેલા જ મારી નાખવી એ વધારે સારું છે. આમ સ્ત્રી બાળકી પ્રત્યેનો પૂર્વગ્રહ આર્થિક કારણો પર આધારિત છે.

 

* વૈજ્ઞાનિક સંશોધનકારો સ્ત્રી ભ્રુણ હત્યા માટે જન્મ પૂર્વે જાતિનું પરીક્ષણ કરવા માટેની ‘ અલ્ટ્રાસાઉન્ડ ટેકનોલોજી ‘ માં થઇ રહેલા મોટા પાયાના દુરુપયોગને જવાબદાર ગણાવે છે.

 

* વર્તમાન સમયમાં કમ્પ્યુટર, મોબાઈલ વગેરે જેવા અદ્યતન ઉપકરણોને લીધે સમાજમાં વિકૃતિ ધરાવતા માનવીઓનું પ્રમાણ વધી રહ્યું છે. આથી ઘરની બહાર ગયેલી દીકરી સલામત ઘેર પછી ફરશે કે કેમ એ ચિંતા કોરી ખાય છે, પરિણામે પુત્રીની સલામતીની ચિંતા વાલીઓ માટે ચિંતા ન બની જાય એ માટે ‘ દેખવુંય નહીં અને દાઝવુંયે નહીં ‘ એ ન્યાયે તેઓ આવું પગલું ભરવા પ્રેરાય છે.

 

* પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓ પ્રત્યેની ઉપેક્ષા પણ જવાબદાર છે. સમાજમાં પુત્રની સરખામણીમાં પુત્રી પાછળ ભોજન, આરોગ્ય, શિક્ષણ વગેરેમાં ઓછું ધ્યાન અપાય છે. પરિણામે માતા જલ્દી સ્ત્રી ભ્રુણ હત્યા કરાવવા તૈયાર થઇ જાય છે.

 

* ‘ દીઅકરી વ્હાલનો દરિયો ‘ હોવા છતાં ૨૧ મી સદીના સ્વાર્થી માં-બાપને પુત્રી ‘ પારકી થાપણ ‘ જણાય છે. અને પુત્ર જ ઘડપણમાં ‘ લાકડીનો ટેકો ‘ જણાય છે. એ માટે પણ તેઓ પુત્રની એષણા રાખી સ્ત્રી ભ્રુણ હત્યા કરાવે છે.

 

* વાત્સલ્ય મૂર્તિ સમાન ‘ માં ‘ પોતે સ્ત્રી હોવા છતાં સ્ત્રી હોવાનો અહેસાસ ભૂલી જઈ, કુટુંબીઓના દબાણ હેઠળ કે ત્રાસને લીધે સ્ત્રી ભ્રુણ હત્યા કરાવે છે. આ પણ એક જવાબદાર કારણ ગણી શકાય.

 

* વિજ્ઞાનની ટેક્નીકે એટલી બધી સગવડ ખૂબ સરળતાથી ઉભી કરી નાખી છે કે જેનાથી ગર્ભ હત્યા સરળ બની ગઈ છે. રસ્તા પર ચાલતી સ્રી પણ આ કરાવી શકે છે. દીકરાની ઝંખનામાં આ રીતે દીકરીની વારંવાર ભ્રુણ હત્યા કરાવી નાખે છે. સ્ત્રી ભ્રુણ હત્યાનું આ જવાબદાર કારણ તો વિજ્ઞાન કળાનો આધુનિક મહા અભિશાપ ગણાવી શકાય !

 

* રૂપિયાની લાલચમાં ડોક્ટર ‘ જય માતાદી ‘ અથવા ‘ જયશ્રી કૃષ્ણ ‘ બોલે એટલે સમજી જાય કે આવનારું બાળક છોકરો છે કે છોકરી ! તબીબો આવા સંકેતો આપીને ‘ એમટીપી ‘ એક્ટ ૧૯૭૨ ના અને ૨૦૦૪ ના કડક ધારાઓને હાથતાળી આપી રહ્યા છે. પરિણામે સમાજમાં સ્ત્રી ભ્રુણ હત્યાના કેસો વધી રહ્યા છે.


* અંધશ્રધ્ધાથી ઘેરાયેલી સ્ત્રી, કુરિવાજોમાં સપડાયેલી – સમાજનો દર ધરાવતી તેમજ પુરુષપ્રધાન સમાજમાં કચડાઈને જીવવા ટેવાયેલી સ્ત્રીને લીધે જ આજે સમાજમાં સ્ત્રી ભ્રુણ હત્યાનું પ્રમાણ વધ્યું છે.

જવાબ છોડો