સંતોષ જ આનંદનું મૂળ છે.
સંતોષ કોઈ પણ સામ્રાજ્ય કરતા મોટો છે.
સંતોષ ઈશ્વરદત્ત છે. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્વારા જ તે પ્રાપ્ત થાય છે.
સંતોષ કુદરતી દોલત છે, જયારે ઐશ્વર્ય કૃત્રિમ ગરીબી છે.
જયારે સંતોષરૂપી ધન આવે છે ત્યારે બીજા બધા ધન ધૂળ સમાન લાગે છે.
સંસારના સર્વ સુખ પ્રાપ્ત થયા હોય તો પણ લોભી માણસને સંતોષ થતો નથી.
જે કાઈ સારું – નરસું, ઓછું – વધતું મળ્યા કરે એના વિશે સંતોષની લાગણી ધરાવવી; આમ કરવાથી સમતા કેળવવામાં મદદ મળશે.
જો શ્રીમંતોમાં ન્યાય હોત અને ગરીબોમાં સંતોષ હોત તો જગતમાં ભીખ માગવાની પ્રથા બંધ થઈ ગઈ હોત.
સંતોષી માનવી ધનવાન છે, પછી ભલે તે ભૂખ્યો કે વસ્ત્રહીન હોય.