ABHAY MUDRA IN GUJRATI

તમારો જમણો હાથ તમારી છાતીની સામે ઊભો કરો અને હાથની હથેળી બહારના ભાગ તરફ રાખો. તે જ વખતે તમારો ડાબો હાથ તમારા ડાબા સાથળ ઉપર તથા ખોળામાં રાખવો. આવી મુદ્રા તમને ઘણા દેવ-દેવીઓની મૂર્તિમાં જોવા મળશે. જાણે કે મૂર્તિવાળા દેવતા તેમના જમણા હાથે આપણને આશીર્વાદ આપી રહ્યા છે અને ડાબો હાથ તેઓને સાધનામાં લીન કરવા મદદરૂપ બની રહ્યો છે.

 

આ મુદ્રા કરતી વખતે નીચે પ્રમાણે આંખો બંધ કરી ધ્યાન ધરવું : “દરેક મનુષ્યમાં રહેલી ઉમદા ભાવનાઓમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે, અને હું માનું છું કે તેઓની ઉમદા ભાવનાઓનો મને હંમેશા લાભ મળતો રહેશે .”

 

આ મુદ્રા કોઈપણ સમયે 5 થી 10 મિનિટ સુધી કરવી.

 

દરેક મનુષ્યમાં અમુક નબળાઈઓને લીધે મનમાં બીક અને ભયના વિચારો આવતા રહે છે. આ બાબતથી મુક્ત થવા માટે અભય મુદ્રા ઉપયોગી છે.

 

દરેક મનુષ્ય જાણે છે કે બીક, ભય અને ડર આપણામાં ઊંડે ઊંડે ઘર બની ચૂકેલી નિર્મળતાનો ઈશારો છે. કેટલાંક શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જો શરીરમાં અગ્નિ તત્વ નબળું હોય અથવા પ્રમાણમાં ઓછું હોય તો અંદરના ભાગમાં અંધકાર વધારે હોય છે અને તે બીક અથવા ભયમાં પરિણમે છે.

 

જે માણસમાં ભય વધારે હોય તે પ્રમાણમાં તેટલો જ નબળો હોવાનો. શરીરમાં પૃથ્વી અને જળ તત્વ ઓછા પ્રમાણમાં હોય તો પણ આ નબળાઈ વધી શકે. મનુષ્યના શરીરની અંદર જો તત્વો સમતોલપણે પોતાનું કાર્ય ન કરે તો પણ આવી તકલીફ ઊભી થાય છે. શરીરની બધી ક્રિયાનું ઐક્ય ન હોય તો શરીરની તકલીફો વધી શકે છે. અંદરનો વિખવાદ માણસને નબળો પાડી દે છે. આથી દરેક મનુષ્યે પોતાની અંદરની શક્તિઓને એકત્ર કરી એકબીજાને મદદરૂપ થાય તેવી ભાવના સતત રાખવી જોઈએ. આ મુદ્રા કરવાથી મુદ્રા કરનારનો અંદરનો કોલાહલ શમી નહિ જાય. પોતાની જાત સાથે સમાધાન કરતાં શીખવું એ એક મહાન કળા છે. વળી પોતે પાતાની જાત સાથે સહકાર સાધી સુંદર રીતે કામ લેવું તે વિશેષ કળા છે. આ કળાઓને ખીલવવા માટે તથા મનની અંદરના વિધ્નોનું સર્જન કરતાં કોલાહલને અંકુશમાં લેવા આ મુદ્રા ઉપયોગી નીવડી શકે છે.

 

પોતાની નબળાઈઓને દૂર કરી બીકથી મુક્ત બની અભય પ્રાપ્ત કરવું અને માનસિક રીતે બળવાન બનવા આ સહજ મુદ્રા ઉપયોગી છે.

 

જવાબ છોડો