RAMUJI TUCHKA GUJRATI
ટીચર : બેટા તુ મોટો થઇને શું કરીશ?
સ્ટૂડન્ટ : લગ્ન
ટીચર : હું એમ કહેવા માગુ છું કે તુ શું બનીશ?
સ્ટુડન્ટ : વરરાજો
ટીચર :અરે, હું એમ કહેવા માગું છું કે તું શું મેળવીશ?
સ્ટુડન્ટ : દુલ્હન
બેટા- તને ઈનામ કેવી રીતે મળ્યુ ?
પુત્ર - વાદ-વિવાદમાં એક કલાક બોલવા માટે.
પિતા - સરસ, પણ વિષય કયો હતો ?
પુત્ર - ઓછુ બોલવાથી થતા ફાયદા.
ડોક્ટરઃ જ્યારે તમને ખબર હતી કે ગરોળી તમારા નાકમાં જઇ રહી છે ત્યારે તમે તેને રોકી કેમ નહીં?
દર્દીઃ પહેલા મારા નાકમાં વાંદો ગયો હતો, તો મે વિચાર્યું કે ગરોળી તેને પકડવાં માટે જઇ રહી છે!
એક પોલીસ ઇન્સપેક્ટરના ઘરમાં ચોરી થઇ.
ઇન્સપેક્ટરની પત્ની : ઊઠો આપણા ઘરમાં ચોરી થઇ છે.
પોલિસ ઇન્સપેક્ટર : અત્યારે હું ડયુટી પર નથી!
ભિખારી : ભાઇ એક રૂપિયો આપ ત્રણ દિવસથી ભૂખ્યો છું.
મુન્નો : એક રૂપિયાથી શું કરીશ ?
ભિખારી : વજન ચેક કરીશ કેટલુ ઘટયુ છે!
એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પર ઊંચે લગાડેલું જોયું. તે પાસે ગયા,
પરંતુ એ બોર્ડ પર લેખેલા અક્ષરો બહુ નાના હતા એટલે એમને બરાબર વંચાયું નહીં. છેવટે બોર્ડ વાંચવા એ ભાઈ થાંભલે ચઢી ગયા!
ઉપર ચઢીને એમણે જોયું તો બોર્ડમાં એવું લખેલું કે ‘થાંભલો તાજો રંગેલો છે, અડકવું નહિ.’
મનુ :"આજે સવારે મારો દાંત સખત દુખતો હતો,માટે મારે ડોક્ટર ને ત્યાં જવું પડ્યું.
નનીયો:'દાંતમાં હજુ દુખાવો થાય છે?
મનુ:ખબર નહી,કારણ કે એ દાંત તો ડોક્ટરે રાખી લીધો.
ગ્રાહકઃ તમે શું ઘ્યાન આપો છો? આ જુઓ મારી ચામાં માખી ડુબીને મરી ગઇ.
હોટેલનો માલીક : તો હું શું કરું? હોટલ ચલાવું કે માખીને તરતા શીખવાડું!
છગને કોલેજમાં લીલીને છૂટતી વખતે કમળનું ફૂલ આપ્યું... તો લીલીએ છગનને એક થપ્પડ ચોડી દીધી.
‘‘અરે, હું તો કોલેજની ચૂંટણીમાં ઉમેદવારી કરૂં છું એટલે
મેં મારું ચૂંટણીચિન્હ કમળ તને ભેટમાં આપેલું...’’ છગને કહ્યું.
‘‘હું પણ ચૂંટણીમાં ઉભી છું.’’ લીલી બોલી, ‘‘એટલે મારું ચૂંટણીચિન્હ હાથ છે એ તને બતાવ્યો...’’
છગનને મુંબઈના મરીન લાઈન્સની પાળી ઉપર હંમેશા બેઠેલો જોઈને એક દિવસ મગને પૂછ્યું, ‘હું જોઉં છું કે તું અહીયા હમેશા બેઠેલો જ હોય છે... તે તું કશો કામધંધો નથી કરતો?’
‘ના’ છગને કહ્યું.
‘તો પછી કંઈક કામ કરને!’ મગનને દયા આવી એટલે એણે સલાહ આપી.
‘પણ પછી શું?’ છગને પૂછ્યું.
‘તને એનાથી રૂપિયા મળશે,’ મગને કહ્યું.
‘એ પછી શું?’ પેલો છગન સવાલ કરતો બોલ્યો.
‘પછી તને વધારે ને વધારે પૈસા મળવા લાગશે,’ મગને ઠાવકાઈથી કહ્યું.
‘પણ પછી શું?’ છગન બોલ્યો.
‘આમ પછી પછી શું કરે છે?’ મગને છણકો કરતાં કહ્યું. ‘પછી તને મઝા આવશે. તું આનંદિત રહીશ.’
‘તો અત્યારે પણ મને મઝા જ આવે છે,’ છગને કહ્યું, ‘હું આનંદમાં જ રહું છું.’
રાત્રે દુકાનેથી ઘરે જઈ રહેલા છગનને અંધારામાં ઊભો રાખીને ખંજર બતાવીને ગુંડો લલ્લુ બોલ્યો, ‘‘ચાલ, જલદી કર, પાકીટમાં હોય એ બઘું આપી દે...’’
‘‘ભાઈસા’બ, એવું ન કરો,’’ છગન હાથ જોડતા બોલ્યો, ‘હું જો ખાલી પાકીટે ઘરે ગયો તો મને મારી વાઈફ કાચોને કાચો ખાઈ જશે.’
‘‘અને હું જો ખાલી હાથે પાછો ગયો તો,’’ ગુંડા લલ્લુએ કહ્યું, ‘‘તો શું મને મારી વાઈફ મને શેકીને ખાશે?’’
લલ્લુએ પરીક્ષાનું પરિણામ પપ્પા છગનને દેખાડ્યું એ જોઈને છગન તાડુક્યો,
‘‘હે! આટલા બધા ઓછા માર્ક! બે થપ્પડ મારવી જોઈશે!’’
‘‘હા, પપ્પા,’’ લલ્લુ બોલ્યો, ‘‘મેં અમારા સાહેબનું ઘર પણ જોયું છે... ચાલો, ચપ્પલ પહેરો જલદી!’’
પ્રેમી: પ્રિયે, કાનમાં એવી મીઠી વાત કહી દે કે સાંભળીને મારા પગ જમીનથી ઉંચે ચઢી જાય.
પ્રેમિકા: જ પાંખે લટકીને ફાંસો ખાઈલે.
પ્રેમિકા: હું ખોટું બોલનાર સાથે લગ્ન ક્યારેય નહિ કરું.
પ્રેમી: તો તો તું આખી જીંદગી કુંવારી જ રહેવાની.
પપ્પુ: છોકરી શાંત છોકરાને વધુ પસંદ કરે છે એનું કારણ શું?
પિતા: તે સમજે છે કે એવા પુરુષો તેને શાંતિ થી સાંભળશે.
પ્રેમી: વાહ શું સુંદર ચિત્ર બનાવ્યું છે! જોઇને મોમાં પાણી આવી ગયું.
પ્રેમિકા: મોમાં પાણી? અરે આ મોડર્ન આર્ટ માં મેં જીવનની કઠીનાઈઓને દર્શાવી છે, અને તને...?
પ્રેમી: અરે, મને તો લાગેલું કે આ રંગબેરંગી મોટી જલેબી છે.
ટીચર: પપ્પુ.. તું કોલેજ શા માટે આવે છે?
પપ્પુ: વિદ્યા માટે.
ટીચર: તો આજે ઊંઘે છે કેમ?
પપ્પુ: આજે વિદ્યા નથી આવી મેડમ..
રમેશ: અરે હું તો પરેશાન થઇ ગયો છું.
સુરેશ: કેમ?
રમેશ: મારી પત્નીની મેકઅપનો ખર્ચ મારાથી સહન થતો નથી અને મેકઅપ વગરની પત્ની પણ સહન થતી નથી.
એક પિતાએ પુત્રીને પૂછ્યું, " તું મોટી થઈને શું બનવા માંગે છે?"
પુત્રી: "મારે મોટા થઈને મમ્મી બનવું છે, ભણવું છે, અને લગ્ન કરવા છે."
પિતા: "બેટા, જે કરો તે પણ જરા ક્રમમાં કરજો..."
રાજેશ: પહેલા તો તું કહેતો હતો કે ડોક્ટરની સલાહ હોવા છતાં તું તારી પત્નીને આરામ માટે હવા ખાવાના સ્થળે નથી મોકલવાનો. તો પછી તે તેને આજે કેમ ત્યાં રવાના કરી?
બ્રિજેશ: મને લાગ્યુંકે તેના કરતા મને આરામની વધુ જરૂર છે.
એક ઘાયલ યુવકને ફાટી ગયેલા કપડા સાથે હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો.
ડોકટરે તરત પૂછ્યું: તમે પરણેલા છો?
યુવક થોડાક સંકોચ સાથે બોલ્યો: હા, પણ મારા ઘરમાં ઝઘડો નથી થયો. હું તો ટેક્સીની અડફેટે આવી ગયો છું.
રમીલાએ ડોક્ટરને કહ્યું: મારા પતિને કોઈ માનસિક રોગ થયો લાગે છે.
ડોક્ટર: એવું તો શું થયું?
રમીલા: હું કેટલીયે વાર બોલાતી રહું છું અને પછી મને ખબર પડે છે કે તેમણે એક પણ શબ્દ સંભાળ્યો હોતો નથી.
ડોક્ટર: એ રોગ નહિ પણ ઈશ્વરની કૃપા કહેવાય.. ઘણી ઈચ્છા હોવા છતાં હું આમ નથી કરી શકતો!
પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો. 
નારાજ પતિ એમજ ઓફીસ જવા નીકળી ગયો. સાંજે તેણે ઘરે ફોન કરીને પત્ની ને પૂછ્યું: આજે ખાવામાં શું બનાવ્યું છે?
પત્ની નો પારો હજુ ઉચે જ હતો. તેણે ગુસ્સામાં જવાબ આપ્યો: "ઝેર"
પતિ: ઠીક છે. મને રાતના આવવામાં મોડું થશે, તું ખાઈને સુઈ જજે.
એક યુવતી તેની મિત્રને: "હું ચાર બાળકવાળા કરોડપતિને પરણવાની છું..."
મિત્ર: બહુ સરસ, નવી કંપની ખોલવા કરતા એસ્ટાબ્લીશ્ડ ફર્મને ટેકઓવર કરાવી શું ખોટી?
એક પ્રવાસી: આમ ટ્રેન આટલીજ મોદી આવતી હોય તો આ ટાઇમટેબલ શા કામના?
ટીકીટચેકર: જો આ ટ્રેન સમયસર આવશે તો તમે કહેશો કે આ વેઈટીગ રૂમ શા કામના?
નવી ઇજનેરની ભરતી વખતે HR વાળાએ તેણે સવાલ કર્યો: 
"સાંજે છ વાગતા તમને કોમ્પ્યુટર બંધ કરી ઘરે જવાની ઉતાવળ તો નહિ હોયને?
ના સાહેબ, મને એવી ટેવ નથી, એ બધું તો હું દસ મિનીટ પહેલા જ કરી લેતો હોઉં છું.
સંતાને કોઈકે પૂછ્યું: તમે આવતે જન્મે શું બનવા માંગો છો?
'ગરોળી...'
કેમ? પૂછનારે આશ્ચર્ય વ્યક્ત કર્યું.
'કારણકે મારી પત્ની ફક્ત ગરોળીથી ડરે છે...' સંતાએ ફોડ પાડતા કહ્યું.
એક કેદી બીજાને: 'તને કેટલા વર્ષની સજા થઇ છે?'
'અઢાર વર્ષની.. તને?'
'પંદર વર્ષની..'
'તો પછી તું જ તારો ખાટલો બારના પાસે રાખ, તારે વહેલા જવાનું છે.'
શીખ સરદાર: અમારે તો “વાહે ગુરુ” હોય
કાઠીયાવાડી બાપા: એમ! ઓહો! અમારે તો પહેલા “ગુરુ” હોય અને અમે બધા વાહે વાહે હોય..
બાપુ બીડી પિતા હતા..
મગન: બાપુ તમારી બીડી માંથી ધુમાડા કેમ નથી નીકળતા?
બાપુ: તે ના નીકળે આ તો CNG બીડી છે
રોનાલ્ડો:જો હું બોલ ને લાત મારું તો તે 3 મિનીટ સુધી હવા માં ગોળ ગોળ ફરે.
રજનીકાંત:અન્ના રાસ્કલા! તને ખબર છે પૃથ્વી અત્યાર સુધી કેમ ગોળ ફરે છે?
એક સરદારજી ડૂબી રહ્યા હતા તેને એક માછલી ને પકડી બહાર ફેકી અને કહ્યું જા તું તો તારી જીંદગી બચાવી લે
ચિત્રગુપ્તઃ આપણો ટારગેટ પુરો કેમ થતો નથી?
યમરાજઃ ટારગેટ ક્યાંથી પુરો થાય.. મારો પાડો પહોંચે એ પહેલાં ૧૦૮ પહોંચી જાય છે..
બાપુ ની ડેલી પાસે ભીખારી જમવા બેઠો
બાપુ : શું કરે છે?
ભીખારી: ખાઉં છું.
બાપુ: રોટલી કોરી કેમ ખાય છે? ઘી લગાડી દઉં ?
ભીખારી: ના કાલે શાક ગરમ કરવા દીધું તું એ હજુ નથી આવ્યું.
દુનિયા તમારી નોંધ લે, તમને જોઈને ચોંકી ઊઠે એવું ઈચ્છો છો?
સહેલું છે યાર ! હાથી પર શીર્ષાસન કરો, ફોટો પડાવો ને પછી ઊંધો લટકાવી દો.
પછી જોઈ લો મજા !!
બા: મેં આજે ટોકીઝ માં “પા” પિક્ચર જોયું .
બાપુ: ગઈ તી તો આખું જોઈ ને જ આવવું હતું ને..
શિક્ષક: ધારો કે તમારા ડાબા પોકેટ માં ૧૦૦૦ રૂપિયા છે, અને જમણા પોકેટ માં ૧૦૦૦ રૂપિયા છે તો તમે શું વિચારશો ?
વિદ્યાર્થી : સાલું આ પેન્ટ કોનું છે???
બાપુ એ બેંક લોંન પર કાર લીધી હપ્તા ના ભર્યા તો બેંક વાળા કાર પછી લઇ ગયા.
બાપુ :- પહેલા ખબર હોત તો લગન પણ લોન લઈને કરત.
શિક્ષક:- બોલો “A” પછી શું આવે?
પપ્પુ થોડું વિચારીને.. ”ક્યાં બોલતી તું?”
બાપુ:- આ ટામેટા કેમ આપ્યા?
શાકવાળી:- 20 ના 500
બાપુ:- તો હાલો ગણવા માંડો.
એક વખત બાપુ ના એક પગ નું હાડકું તૂટી ગયું બાપુ દવાખાને દવા લેવા ગયા,
ત્યાં બાપુ એ એક ભાઈ ને જોયો જેના બંને પગ તૂટી ગયા હતા
બાપુ એ પેલા ભાઈ ને પૂછ્યું:- શું તમારે બે પત્ની છે?
ટીચર: કહો જોઈએ સેમેસ્ટર સિસ્ટમ નો શું ફાયદો છે?
વિદ્યાર્થી: ફાયદો હોય કે ના હોય વરસ માં બે વાર ફજેતી જરૂર થઇ જાય છે.
એક શરાબી મરી રહ્યો હતો ભગવાન પ્રગટ થયા ને પૂછ્યું: કોઈ અંતિમ ઈચ્છા ?
શરાબી: પ્રભુ આવતા જનમ માં દાત ભલે એક જ આપજે પણ લીવર 32 આપજે.
પત્ની: તમને ખબર છે સ્વર્ગ માં પતિ અને પત્ની ને સાથે નથી રહેવા દેતા..
પતિ : એટલે જ તો એને સ્વર્ગ કહેવાય…

જવાબ છોડો