પૃથ્વી મુદ્રા

0
145
PRUTHVI MUDRA GUJRATI

મુદ્રા બનાવવાની રીત :-

અનામિકા (નાની આંગળી પાસેની) આંગળી તથા અંગૂઠાના આગળના ભાગને પરસ્પર મેળવવાથી પૃથ્વી મુદ્રા બને છે. બાકીની આંગળીઓ સહજ સીધી રાખવી.

 

વિશેષ :-

પૃથ્વી મુદ્રા કરવાથી પૃથ્વી તત્વ વધીને સરખું થાય છે. જેનાથી બધાજ પ્રકારની શારીરિક કમજોરીઓ દૂર થાય છે.

 

અનામિકા એક મહત્વપૂર્ણ આંગળી છે. અંગૂઠાની માફક અનામિકામાં પણ તેજનો વિશેષ વિદ્યુત પ્રવાહ હોય છે. યોગશાસ્ત્ર અનુસાર લલાટ ( કપાળ ) પર દ્વિદલ કમળનું આજ્ઞાચક્ર આવેલું છે. અને એના પર અનામિકા અને અંગૂઠા દ્વારા શુભ ભાવનાની સાથે વિધિવત તિલક કરીને કોઈપણ સ્ત્રી કે પુરુષ પોતાની અદૃશ્ય શક્તિને બીજામાં પહોંચાડીને એની શક્તિમાં વધારો કરી શકે છે.

 

સમયની સીમા :-

પૃથ્વી મુદ્રાને કોઈપણ આસન કે સ્થિતિમાં બેસીને અધિકાઅધિક સમય સુધી કરી શકાય છે.

 

લાભ :-

પૃથ્વી મુદ્રા દુર્બળ વ્યક્તિનું વજન વધારીને સ્વાભાવિક અને સંતુલિત કરે છે, માટે જાડા બનવાની ઇચ્છાવાળા વ્યક્તિઓએ અવશ્ય કરવી જોઈએ.

 

શરીરમાં ક્રાંતિ અને તેજની કમી હોવાથી આ મુદ્રાના પ્રયોગથી તેજસ્વીતા વધે છે.

 

આ મુદ્રા જીવન શક્તિ વધારે છે. દીર્ઘકાળ સુધી એના નિયમિત અભ્યાસથી શરીરમાં પ્રસન્નતા, નવી સ્ફૂર્તિ તથા ઓજનો સંચાર થાય છે. તથા શરીર બધા જ પ્રકારે સ્વસ્થ રહે છે.

 

આ મુદ્રાના પ્રભાવથી આંતરિક સૂક્ષ્મ તત્વોમાં મહત્વપૂર્ણ પરિવર્તન થવા અને વિચારોમાં સંકુચિતતા દૂર થઈને વિચારોમાં ઉદારતા આવવા લાગે છે.

 

આધ્યાત્મિક સાધક આગળ વધવામાં આ મુદ્રાથી સાચા સાથીની માફક સહયોગ પ્રાપ્ત કરે છે.

 

જવાબ છોડો