PRAN MUDRA GUJRATI

મુદ્રા કરવાની રીત :-

કનિષ્ઠિકા અને અનામિકા ( સૌથી નાની અને એની પાસેની ) આંગળીઓના આગળના ભાગને અંગુઠાના આગળના ભાગ સાથે મેળવવાથી પ્રાણ મુદ્રા બને છે. શેષ બે આંગળીઓ સીધી રહે છે.

 

વિશેષ :-

પ્રાણ મુદ્રા એક અત્યાધિક મહત્વપૂર્ણ મુદ્રા છે. માનવ શરીર ઘણું જ અદભૂત અને રહસ્યમય છે. જેના સંબંધમાં ઋષિ – મુનિઓએ અનંતકાળ સુધી તપ, સ્વાધ્યાય, આત્મ સાધના કરીને કેટલાય મહત્વપૂર્ણ અનુસંધાન કર્યા છે.

 

પ્રાણ શક્તિનો સંચાર કરવાવાળી આ પ્રાણ મુદ્રાના અભ્યાસથી કમજોર વ્યક્તિ પણ શારીરિક અને માનસિક દષ્ટિથી એટલો શક્તિશાળી બની જાય છે, કે કોઈ રોગ અથવા સંક્રમણરૂપી શત્રુની શરીરમાં ઘુસણખોરી કરવાનું સહેલું રહેતું નથી. પ્રાણ શક્તિની કમીથી શરીર વિભિન્ન રોગોનો શિકાર બને છે.

 

જ્યોતિષના હિસાબથી સૂર્યની આંગળી અનામિકા સમસ્ત વિટામીન અને પ્રાણ શક્તિનું કેન્દ્ર માનવામાં આવે છે. બુધની આંગળી કનિષ્ઠિકા યુવા શક્તિ અને કુમાર અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. અથવા સૂર્ય, બુધની આંગળીઓને અગ્નિના પ્રતિક અંગુઠાની સાથે અ મુદ્રાનો પ્રયોગ મહત્વપૂર્ણ છે. આ મુદ્રાના અભ્યાસથી જીવન અને બુધ રેખાનો દોષ દૂર થાય છે. અને શુક્રના અવિકસિત પર્વતનો વિકાસ થવા લાગે છે.

 

આ મુદ્રામાં પૃથ્વી તત્વની પ્રતિક અનામિકા અને જળ તત્વની પ્રતિક કનિષ્ઠિકા અને અંગૂઠા અથવા અગ્નિ તત્વ અંગુઠાનું મિલન થાય છે. જેના પરિણામ સ્વરૂપ ન કેવળ શરીરમાં પ્રાણ શક્તિનો સંચાર થાય છે. પરંતુ રક્ત સંચાર ઉત્પન્ન થવાથી રક્ત નળીકાઓની રુકાવટ દૂર થાય છે. અને તન – મનમાં નવ સ્ફૂર્જી આશા અને ઉત્સાહ ઉત્પન્ન થાય છે.

 

સમયની સીમા :-

આ મુદ્રાનો અભ્યાસ બધા જ સ્વસ્થ અને અસ્વસ્થ વ્યક્તિ ઈચ્છા અનુસાર ગમે ત્યારે કરી શકે છે. એ સમયે કોઈ બેઠા હોય કે સુતા હોય અથવા ફરી રહ્યા હોય, પ્રાણ શક્તિની વૃદ્ધિને માટે પ્રાણ મુદ્રાનો અધિકાધિક પ્રયોગ કરી શકાય છે.

 

લાભ :-

પ્રાણ મુદ્રાનો રોજ અધિકાધિક પ્રયોગ કરવાથી શરીરમાં પ્રાણ શક્તિ અને રોગ નિરોધક શક્તિ વધે છે.

 

વિટામીન – સી ની ખામી દૂર થાય છે.

 

સ્નાયુવિક રૂપથી કમજોર વ્યક્તિ ફરી સબળ થાય છે.

 

થાક લાગે તો અ મુદ્રા કરવાથી થાક દૂર થાય છે.

 

પ્રાણ મુદ્રા દ્વારા આંખો પર સારો પ્રભાવ પડે છે. આંખોના બધા જ દોષ અને બધા જ પ્રકારની બીમારીઓ દૂર થઈને આંખોની જ્યોતિ વધે છે. આંખોને સ્વસ્થ રાખવાની ઇચ્છાવાળા વ્યક્તિએ આ મુદ્રાનો અભ્યાસ નિત્ય ઓછામાં ઓછી 5 મિનિટ સુધી કરવો જોઈએ.

 

અનિંદ્રામાં એને જ્ઞાન મુદ્રાની સાથે અને ડાયાબિટીસમાં એને અપાન મુદ્રાની સાથે સહયોગી મુદ્રાના રૂપમાં કરવાથી સારું રહે છે.

 

યોગ સાધના અથવા મહિનાઓ લાંબી તપશ્ચર્યા દરમિયાન અન્ન – જળ ન લેવાથી અત્યંત કૃશતા અને કમજોરીનો અનુભવ થઇ રહ્યો હોય તો એવી પરિસ્થિતિમાં પ્રાણ મુદ્રામાં સાધના કરવાથી સાધકને ભૂખ – તરસની તીવ્રતા સતાવતી નથી.

 

શરીરની ગરબડ દૂર કરવા તથા એનાથી શારીરિક, માનસિક, અને આધ્યાત્મિક વિકાસમાં સહાયતા થઇ શકે છે અને જેની સહાયતાથી જનસાધારણ પોતાના રોગોથી રક્ષા તથા સારવાર સ્વયં કરી શકે છે.

 

જવાબ છોડો