મેં તો ઝાકળના ઝાંઝર પહેર્યા છે,

હું તો અલબેલી પ્રભાત સૂરજદાદાની

મેં તો વાદળના વસ્ત્રો પહેર્યા છે,

મારી ઠમકાતી ચાલ જોઈ લો મોરલાની

મેં તો સુમનના શણગાર સજ્યા છે,

મારી ફોરમ ફેલાણી મસ્તાની

મેં તો કેળના કાન્દોરામાં કામણ ભર્યા છે,

મારી કેસરિયાળી ચુંદડી કોલાણી

મેં તો ગગનના ગીતો ગયા છે,

મારા ગીતનો ગુંજારવ જાણે કોયલનો

મેં તો પડછાયા પાંપણમાં ભર્યા છે,

મારા ચહેરાનો પ્રકાશ જાણે પુનમનો

મેં તો સાગરમાં શબ્દો ઢોળ્યા છે,

મારા શબ્દોનો સર જાણે અફ્તાબનો

મેં તો શોણિતમાં સ્વપ્નો ભર્યા છે,

મારા રુધિરનો જુવાળ જાણે સ્ફૂર્તિનો

જવાબ છોડો