પેડિક્યોર (Pedicure)

0
300
Pedicure GUJARATI TIPS
પાની (હીલ) થી પગ સુધીની સૌંદર્ય માવજત એટલે પેડિક્યોર. પગ, હીલ અને નેલની સંભાળને પેડિક્યોર કહેવામાં આવે છે. પગ એ શરીરનું અગત્યનું અંગ છે. તેને સુંદર બનાવવા માટે પેડિક્યોર કરવુ જોઈએ. પેડિક્યોરથી બ્લડ સર્ક્યુલેશન વધે છે. પગ અને હીલના મસલ્સ સ્ટિમ્યુલેટ થાય છે. સ્કિનને સ્મૂધ, ડેલિકેટ અને ટેન્શન-ફ્રી રાખવા માટે તેમજ પગનો દેખાવ સુધારવા માટે પેડિક્યોર કરવામા આવે છે.

 

પેડિક્યોરમાં વપરાતાં સાધનો :-

 • નાની સિઝર્સ
 • પ્યુમિક સ્ટોન
 • પેડિ કટર
 • નેલફાઈલર
 • ક્યુટિકલ પુશર
 • અન્ડરનીથ ડસ્ટ રિમુવર
 • ક્યુટિકલ નાઈફ
 • સોફ્ટ નેલબ્રશ
 • નોર્મલ હોટ વોટર
 • નેલપોલિશ રિમુવર
 • ફૂટ સ્પા (પગ બોળવાનું ઇલેક્ટ્રિક સાધન)
 • નેપકિન
 • નેલકટર
 • સ્ક્રેપર
 • ઓરિન્જ સ્ટિક

 

 

પેડિક્યોર મસાજના સ્ટેપ્સ :-

બંને હાથથી પગ પર નીચેથી ઉપર તરફ મસાજ કરવો.

 

આંગળીઓ પર કલોકવાઈઝ – એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.

 

આંગળીઓને વાળીને ખેંચવી.

 

આંગળીઓને વારાફરતી પકડીને કલોકવાઈઝ – એન્ટિકલોકવાઈઝ રોટેટ કરવી અને ખેંચવી.

 

પગના તળિયામાં આંગળીઓની નીચે ક્રિસ – ક્રોસ મસાજ કરવો.

 

મુઠ્ઠી વાળીને પગના તળિયામાં કલોકવાઈઝ – એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.

 

પગની હીલ પર મસાજ કરવો.

 

પગનાં તળિયામાં અંગ્રેજીના ‘S’ અને ‘8’ શેપમાં મસાજ કરવો.

 

પગનાં કાંડા પર ક્રિસ – ક્રોસ મસાજ કરવો.

 

પગ પર બંને હાથથી વાઈબ્રેશન મસાજ કરવો.

 

પિંચિંગ મસાજ કરવો.

 

બંને હાથની આંગળીઓથી થપથપાવવું (ટેપિંગ કરવું).

 

હાથને બેંગલની જેમ ગોળ કરી મસાજ કરવો.

 

ઢીંચણની નીચેના જોઈન્ટ પર ક્રિસ – ક્રોસ મસાજ કરવો.

 

ઢીંચણની ફરતે સર્કલ મસાજ કરવો.

 

કાફના મસલ્સનો નીચેથી ઉપર તરફ મસાજ કરવો.

 

છેલ્લે જનરલ સ્ટ્રોક મસાજ કરવો.

 

પેડિક્યોર કરવાની રીત :-

પેડિક્યોર કરતા પહેલા નેલપોલિશ કાઢી નાખવી. જો નેલ્સ લાંબા-ટૂંકા હોય તો કાપીને સરખા કરવા.

 

નેલફાઈલરથી નેલને શેપ આપવો. બફર કરવું.

 

નોર્મલ હોટ વોટરમાં શેમ્પૂ, લેમન, હાઈડ્રોજન પેરોકસાઈડના 5 થી 7 ટીપાં નાખીને 10 મિનિટ ફૂટસ્પામાં પગ બોળવવા.

 

સોફ્ટ બ્રશની મદદથી નેલ અને પગની હીલ પરનો મેલ દૂર કરવો.

 

સ્ક્રેપરની મદદથી પગની હીલની ડેડ સ્કિન દૂર કરવી. જો વાઢિયા (ક્રેક) પડ્યા હોય તો અથવા ડેડ સ્કિન વધારે હોય તો પેડી કટરની મદદથી વધારાની સ્કિન કાઢી નાખવી.

 

પગ પર હલકા હાથે પ્યુમિક સ્ટોન ઘસવો.

 

સ્ક્રબથી 2 થી 3 મિનિટ મસાજ કરી પાણીથી પગ વોશ કરવા. ત્યારબાદ પગ લૂછીને નેલ પર ક્લીનઝિંગ ક્રીમ લગાડવું.

 

ક્યુટિકલ પુશર વડે ક્યુટિક્લ્સને પાછળ ધકેલીને ક્યુટિક્લ્સ સાફ કરવા. વધારાના ક્યુટિક્લ્સને કટરની મદદથી રિમૂવ કરવા.

 

પેડિક્યોરનો માસ્ક લગાવીને તેની ઉપર ક્લિંગ ફિલ્મ પેપર ટાઈટ રેપ કરીને તેના પર કોટન સોક્સ પહેરવા. તેને 10 મિનિટ રહેવા દેવા.

 

પછી સોક્સ અને ક્લિંગ પેપર કાઢી લેવાં અને માસ્ક રબ કરીને રિમુવ કરવા. ત્યારબાદ પગ વોશ કરવા.

 

બોડિ લોશન અથવા ક્રીમથી ઉપર જણાવ્યા મુજબ મસાજના સ્ટેપ્સ પ્રમાણે 7 થી 10 મિનિટ મસાજ કરવો.

 

નેલ પરથી ક્રીમ લૂછીને બેઝકોટ કરવો. ત્યારબાદ તેની ઉપર નેલપોલિશ પણ કરી શકાય.

 

જવાબ છોડો