peacock-AND-PEAFOWL
મોર / ઢેલ । PEACOCK | PEA – FOWL

peacock1-300x257

મોરને કોને જોયો નહિ હોય ? આપણા ગુજરાત-સૌરાષ્ટ્રમાં તો ઘર ઘરનો વાસી કહેવાય. ફળીમાં આવે, ઓશરીમાં આવે ને હાથમાંથીયે દાણા ચણી જાય. રોટલીના બટાકા તે ખાય. પાણી પીને ચાલ્યો જાય.
માથું ડોક ને છાતી ઘેરા ચળકતા વાદળી રંગની પીઠ પર લીલું ત્રિકોણાકાર ધાબુ. પાંખમાં સફેદ જેવા લીટા હોય છે. પાંખના અંદરના પીંછા બજરિયા રંગના, પૂંછડી બજરિયા. એની પીંછીઓ એ પૂંછડી નથી. પણ પૂંછડી ઉપરના પીંછા લાંબા થઇ તે પીંછીઓ બને. ને છેડે સુંદર વાદળી-લીલા વગેરે રંગના ચાંદલા બને. આંખની ઉપર નીચે સફેદ ચામડીથી આંખ બહુ સુંદર લાગે. માથે વાદળી પીંછાની કલગી. પીંછીઓ વિનાના મોરની લંબાઈ ચાંચ થી પૂંછડી સુધી ૪૦ થી ૪૫ ઇંચ. પીંછીઓ આવ્યા પછી ૯૦ ઇંચ થઇ જાય.
ચોમાસું એની માળાની ઋતુ. ત્યારે કળા કરે ને પંખો હલાવતો થનગનાટ કરે. ને પીંછી ઓને મોટો પંખો બનાવે. ત્યારે ચાર-પાંચ ઢેલો ત્યાં ફરતી હોય. આખી દુનિયામાં સૌથી સુંદર પંખી મોર. જાણે ભગવાનને પંખી થવાનું મન થયું ને મોર બની ગયા.
ઢેલની ડોક ખિલીને માથે બજરિયા ધાબુ. એ ચોમાસામાં ઘાસમાં કે ઝાડની બખોલમાં કે મકાનની ટોચે ૩ થી ૫ સફેદ ઈંડા મુકે. ખોરાકમાં અનાજ, રોટલી, અને જીવડા ઉપરાંત સાપ, કાંચડા જેવા પ્રાણી પણ ખાઈ જાય. શિયાળો આવે ત્યારે પીંછીઓ ખરી જાય. એના બચ્ચા તેતર જેવા લાગે. એનો ટહુકો ‘ ટે ઓક ટે ઓક ‘ કેવો મોટો ને મીઠો હોય છે.
પીંછી વિનાની લંબાઈ ૧૦૦ થી ૧૨૫ સે.મી. ને પીંચીઓ સાથે ૨૨૫ સે.મી. એટલે પીંછી વિના ૪૦ થી ૫૦ ઇન્હ અને પીંછી સાથે ૯૦ ઇંચ. મોર આપણા રાષ્ટ્રીય પક્ષી તરીકે પસંદ થયો. એની અને સારસ વચ્ચે રાષ્ટ્રીય પક્ષી માટે હરીફાઈ હતી. પણ છેવટે મોર જ પસંદ થયો. મોર એ ગુજરાતની શોભા છે. હિમાલય અને બીજે તેનો શિકાર થાય છે. પણ ગુજરાત તો એનું આખું અભયારણ્ય જોવા માટે જ. એ ઘર ઘરનો જાણીતો થઇ ગયો.
એનું અંગ્રેજી નામ PEA – FOWL છે. પણ મોરને PEACOCK અને ઢેલને PEAHEN કહે છે. પીકોક અને પીહેન. બંને સાથે લઈએ તો પીફાઉલ.

 national-bird-150x150 The-Beautiful-Green-Indian-peacock-150x150 whitepeacock-150x150

જવાબ છોડો