પારકી આશ સદા નિરાશ

0
407
PARKI AAS SADA NIRASH

પારકી આશ સદા નિરાશ

એક ચકલી હતી. તે તેના બચ્ચા સાથે જુવારના ખેતરમાં માળો બાંધીને રહેતી હતી. જુવાર પાકે અને લણાય ત્યાં સુધી તેઓ સલામત હતા.

ચકલીએ બચ્ચાને કહ્યું, “જુવાર તૈયાર થઇ ગઈ છે, હવે લણવાનો સમય આવી પહોચ્યો છે. આપણે આ માળો ખાલી કરવો પડશે.”

ખેડૂતે જુવાર જોઈ. દાણા પાકી ગયા હતા, તે બબડ્યો “જુવાર તૈયાર થઇ છે, કાલે જ સગા-વ્હાલાને બોલાવી લાવું એટલે કામ પૂરું થાય.”

બચ્ચાએ સાંજે ચકલીને ખેડૂતની વાત કરી, ચકલી કહે “શાંતિ રાખો, કાલે કશું થશે નહી.” બીજા દિવસે કોઈ સગા-વ્હાલા આવ્યા નહી.

ખેડૂત નિરાશ થઇ પાછો ફર્યો, જતા જતા બોલતો ગયો: “કાલે પાડોસીઓને બોલાવી લાવીશ. એટલે લણાઈ જશે.”

બચ્ચાએ ફરીથી ચકલીને વાત કરી, ચકલીએ કહ્યું “ગભરાશો નહી કાલે કોઈ પણ નહી આવે” અને એવું જ થયું, કોઈ પાડોશી લણવા માટે આવ્યા નહી.

ચકલી જાણતી હતી કે સગા-સંબંધી કોઈ એમ કાલે આવે નહી, એ સલામત હતી. સાંજે ચકલીએ બચ્ચાને પૂછ્યું: “આજે શું થયું?” બચ્ચા બોલ્યા: “આજે તો ખેડૂતે જાતે લણવાની વાત કરી.” ચકલી ચમકી, તેને કહ્યું: “હવે ખેડૂત ચોક્કસ જુવાર લણશે, આપણે માળો છોડી દેવો પડશે.”

ખેડૂતની બોલીમાં જાત મહેનતની વાત હતી તેથી જ કહેવાય છે ‘પારકી આશ સદા નિરાશ

જવાબ છોડો