oxygen facial GUJARATI TIPS
જયારે આપણે પાર્લરમાં જઈએ છીએ ત્યારે કેટલીકવાર દુવિધા થાય છે કે કયું ફેશિયલ કારાવવું ? એમાયે જયારે ઘરમાં પ્રસંગ હોય ત્યારે સ્કિન કેર વિષે ખાસ વિચારતા હોઈએ છીએ. તેના માટે જરૂરી છે આપણી ત્વચાની જરૂરિયાત સમજવી તથા આપણા બજેટને ધ્યાનમાં રાખવું. ફક્ત નામ સાંભળીને કે કોઈએ તે ફેશિયલ કરાવ્યું હોય તે પ્રમાણે ફેશિયલ કરાવવું ઠીક નથી. તો અહી ફેશિયલના પ્રકાર અને કઈ સ્કિન માટે કયું ફેશિયલ કરાવવું તેની માહિતી જોઈએ.

 

ઓક્સિજન ફેશિયલ :

ઓક્સિજન સ્કિન માટે અતિ જરૂરી છે. ઓક્સિજન સ્કિનને જીવંત રાખે છે.

 

ઓક્સિજન ફેશિયલ સ્કિનને હેલ્ધિ બનાવે છે. અને સ્કિનમાં ઈન્સ્ટન્ટ ગ્લો (ચમક) આવે છે. તે ડલ સ્કિનને ચાર્જ કરવાનું કાર્ય કરે છે.

 

સૌ પ્રથમ સ્કિનના પ્રકાર પ્રમાણે ફેઈસ ક્લીન કરવો.

 

ત્યારબાદ ફેશિયલ પીલીંગ ક્રીમ લગાવીને ૧૦ મિનિટ રહેવા દેવું.

 

પછી તેના ઉપર ૩ થી ૫ મિનિટ ઓઝોન સ્ટીમ આપવી. સ્કિન વધુ ડલ હોય તો ૫ મિનિટ સ્ટીમ આપવી.

 

સ્ટીમ આપી બ્લેકહેડ્સ – વાઈટહેડ્સ દૂર કરી અસ્ટ્રીન્જન્ટ લગાવવું.

 

સ્કિન ફૂડ ક્રીમથી ૨૦ થી ૨૫ મિનિટ મસાજ કરવો. ત્યારબાદ ઓક્સિજન ક્રીમમાં વાઈટનીંગ ક્રીમ મિક્સ કરીને ૧૦ મિનિટ મસાજ કરવો.

 

પછી ક્રીમ લૂછીને ફેઈસ પર પ્રોબ્લેમ પ્રમાણે એમ્પ્યુલ લગાવી ઓક્સિજન માસ્ક લગાવવો. માસ્ક ઉપર પ્લાસ્ટિકના ટ્રે ન્સપેરન્ટ પેપરને ફેઈસ પર ટાઈટ લગાવવો. તેને નાક પાસેથી થોડો કાપી લેવો જેથી શ્વાસ લેવામાં તકલીફ ના પડે.

 

ઓક્સિજન માસ્ક ૧૦ થી ૧૫ મિનિટ રાખીને માસ્ક ક્લીન કરીને સન પ્રટેકશન લોશન લગાવવું.

 

જવાબ છોડો