વીતેલી ક્ષણોને ફરી યાદ કરવી શાને?

ચાલો ૨૧મી સદીનાં મંડાણ કરીએ

 

આ સોનેરી ક્ષણો ફરી આવે શાને?

ચાલો ભાવી ઘડતરનું આયોજન કરીએ

 

નવું વર્ષ ફરી નવી સદીને લાવે ક્યારે?

ચાલો નવી સદી પર પગરવ માંડીએ

 

ફૂલો બીછાવવા વૃક્ષો ફરી ઉત્સાહ વેરે શાને?

ચાલો આ નવા પુષ્પની ભીની સોડમ લઇએ

 

સુર્યના નવા કિરણમાં પક્ષીઓ ફરી તાલ છેડે શાને?

ચાલો આ પક્ષીઓ સાથે કલરવ કરીએ

 

મનેખને મન ફરી ઉલ્લાસ આવે ક્યારે?

ચાલો દરેક સાથે સુમેળ કરીએ

 

ભારતની ભાવીનું ફરી ભાન આવે શાને?

ચાલો ગાંધી, વીવેકાનંદ, ઇશુ કે અરવીંદ બનીએ

જવાબ છોડો