નહિ ઓઢું રે આ ચુંદલડી… નહિ ઓઢું રે

 

રાતી રાતી ચુંદડી ને એમા લીલી લીલી કોર

ને પીળા પીળા પોપટીયાની ભાત રે

રવિના તાપથી ઝંખાય મારી ચુંદડી…

નહિ ઓઢું રે આ ચુંદલડી

 

સાગરના પાણી છલકાય ઝીણે ઝાપટે

ને એમા વળી વર્ષાની બુંદો રેલાય રે

આ પાણીડાથી ભીંજાય મારી ચુંદડી…

નહિ ઓઢું રે આ ચુંદલડી

 

ખુલ્લા આ વ્યોમે ને પવનને થડકાટે

વાદળાઓ ગરજંતા આ વાયુ વહી જાય રે

પવનના પછડાટે ઊડી જાય મારી ચુંદડી…

નહિ ઓઢું રે આ ચુંદલડી

 

લીલી લીલી ડુંડી માં કેસરિયા ઘઉં થાય

ત્યમ મારી આ ચુંદડીના રંગો વર્તાય રે

રંગોની માયા માં અટવાય મારી ચુંદડી…

નહિ ઓઢું રે આ ચુંદલડી

જવાબ છોડો