mehndi facial GUJARATI TIPS
જયારે આપણે પાર્લરમાં જઈએ છીએ ત્યારે કેટલીકવાર દુવિધા થાય છે કે કયું ફેશિયલ કારાવવું ? એમાયે જયારે ઘરમાં પ્રસંગ હોય ત્યારે સ્કિન કેર વિષે ખાસ વિચારતા હોઈએ છીએ. તેના માટે જરૂરી છે આપણી ત્વચાની જરૂરિયાત સમજવી તથા આપણા બજેટને ધ્યાનમાં રાખવું. ફક્ત નામ સાંભળીને કે કોઈએ તે ફેશિયલ કરાવ્યું હોય તે પ્રમાણે ફેશિયલ કરાવવું ઠીક નથી. તો અહી ફેશિયલના પ્રકાર અને કઈ સ્કિન માટે કયું ફેશિયલ કરાવવું તેની માહિતી જોઈએ.

 

મેંદી ફેશિયલ :

અત્યાર સુધી આપણે માનતા હતા કે મેંદી એ વાળ માટે લાભદાયી છે. પરંતુ તે સ્કિન માટે પણ તેટલી જ લાભદાયી છે.

 

મેંદી માથામાં ઠંડક આપે છે તેમ સ્કિન પર પણ કુલીંગ ઈફેક્ટ આપે છે. આ ફેશિયલ ઘરે પણ કરી શકાય છે.

 

સૌ પ્રથમ ક્લીનઝીંગ મિલ્ક અથવા ફેઈસ વોશથી ફેઈસ ક્લીન કરવો.

 

સ્કિનના પ્રકાર પ્રમાણે નરીશિંગ ક્રીમ કે અન્ય ક્રીમથી ૧૫ થી ૨૦ મિનિટ મસાજ કરવો. મસાજ કર્યા પછી ક્રીમને ફેઈસ પર જ રહેવા દેવું.

 

મેંદીને પાણીમાં અથવા ગુલાબજળમાં મિક્સ કરી પેસ્ટ બનાવવી. આ પેસ્ટને ક્રીમવાળા ફેઈસ પર લગાવવી. તેને ૫ થી ૭ મિનિટ રહેવા દેવી. પછી ફેઈસને પાણીથી સાફ કરવો.

 

ત્યારબાદ નાગરવેલના પાનના રેસાવાળા ભાગથી ૫ મિનિટ મસાજ કરવો. પાનથી ફેઈસની સ્કિન પર ગરમી ઉત્પન્ન થશે. અને બ્લેકહેડ્સ – વાઈટહેડ્સ રીમુવ થશે.

 

પાકા કેળાને ક્રશ કરો. તેમાં ગુલાબની પાંદડીઓને હાથથી ક્રશ કરી, મિક્સ કરી, તેને ફેઈસ પર લગાવી ૫ મિનિટ રહેવા દેવું. પછી વેટ સ્પન્જથી ફેઈસ ક્લીન કરવો.

 

છેલ્લે આખાય ફેઈસ પર ફ્રુટ માસ્ક લગાવી આંખ પર આઈસકોટન મુકો.

 

કેળું એ સ્કિન માટે ઉત્તમ ટોનિકની ગરજ સરે છે. તેનાથી સ્કિન ડેલિકેટ, બ્રાઈટ અને હેલ્ધિ થાય છે. મેંદી ફેઈસ પર બ્યુટીફૂલ ગ્લો લાવે છે.

 

જવાબ છોડો