MBA-Engineer GUJRATI JOKES

એક એમ.બી.એ. અને એક એન્જીનીઅર મિત્રો પીકનીક પર ગયા. રાત્રે તેમણે સુવા માટે એક તંબુ બાંધ્યો અને એ તંબુમાં તેઓ સુઈ ગયા.

થોડા કલાકો બાદ એન્જીનીઅરે એમ.બી.એ. મિત્રને જગાડ્યો અને પૂછ્યું: “આકાશમાં જો અને કહે કે તને શું દેખાય છે?”

એમ.બી.એ: “મને લાખો તારા દેખાય છે”

એન્જીનીઅર: “આ શાનો નિર્દેશ કરે છે?”

એમ.બી.એ એ એકાદ મિનીટ વિચાર કર્યો અને કહ્યું: “આકાશશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો એ નિર્દેશ કરે છે કે આપણી છે એવીજ બીજી લાખો આકાશગંગાઓ આ બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવે છે, અને તેમાં કરોડો ગ્રહો અને તારાઓ અસ્તિત્વ ધરાવે છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટીએ એ એવો નિર્દેશ કરે છે કે શની અત્યારે સિંહ રાશિમાં ભ્રમણ કરે છે. સમય જોવા જઈએ તો એ બતાવે છે કે લગભગ પોણા ત્રણ વાગ્યા હશે. આધ્યાત્મિક દ્રષ્ટીએ એ એવો નિર્દેશ કરે છે કે ઈશ્વર અતિ અતિ વિશાળ અને આપણે પામર મનુષ્યો અતિ સુક્ષ્મ છીએ. તારની સ્થિતિ જોતા એમ લાગે છે કે કાલનો દિવસ ખુબ સુંદર હશે ! તને આ આકાશ શું કહે છે?”

એન્જીનીઅર એક મિનીટ શાંત થઇ ગયો અને પછી બોલ્યો: “મને એ એટલું જ કહી રહ્યું છે કે આપનો તંબુ કોઈ ચોરી ગયું છે..!!!”

જવાબ છોડો