MASTER GUJRATI JOKES
મગનલાલ માસ્તર: “છોકરાઓ, ગરમીમાં વસ્તુઓનું વિસ્તરણ થાય છે તેનું એક ઉદાહરણ આપો.”
મનીયો: “ગરમીમાં અમારું વેકેશન બે મહિનાનું હોય છે. અને ઠંડીમાં દશ દિવસનું થઇ જાય છે.”
મગનલાલ માસ્તર: “જેમની જન્મ સાલ ૧૯૫૬ છે, તેમની ઉમર અત્યારે શું હશે?”
મનીયો: “પેલા એ તો કહો એ સ્ત્રી છે કે પુરુષ?”
મગનલાલ માસ્તર: “બંઝર જમીન કોને કહેવામાં આવે છે?”
મનીયો: “જ્યાં કઈ ના ઉગે તેને”
માસ્તર: “ઉદાહરણ રૂપે બંઝર જમીન બતાવો”
મનીયો: “મારા પપ્પાનું માથું.”
ટીનીયો: “તમે જ કહો સાહેબ, જે કામ કર્યું જ નથી તેની સજા કેમ મળે?”
માસ્તર: “હા તેની સજા ના જ થવી જોઈએ.”
ટીનીયો: “ઠીક છે, આજે મેં સ્કુલનું હોમવર્ક નથી કર્યું.”
માસ્તર: “ગ્રીસ ના એલેકઝાંડર ધ ગ્રેટ અને ભારતના અશોક ધ ગ્રેટ વચ્ચે કઈ બાબતનું સામ્ય છે?”
મનીયો: “બેય જણાના બાપાનું નામ એક સરખું છે.”
માસ્તર: “દૂધને સમતોલ આહાર કેમ કહેવામાં આવે છે?”
મનીયો: “કારણકે તેમાં દૂધ અને પાણી બંને સરખું જ હોય છે.”

જવાબ છોડો