MAN GUJRATI STATUS

જયારે મન પ્રસન્ન થી જાય છે ત્યારે બુદ્ધિ પણ સ્થિર થઇ જાય છે.

 

જેને મનને જીતી લીધું છે, તેને ટાઢ-તડકો,સુખ-દુ:ખ,અને માન-અપમાન બધું સરખું છે.

 

મન ઉપર માનવીનો કાબૂ એટલે વિકાસ; માનવી ઉપર મનનો કાબૂ એટલે વિનાશ.

 

પ્રત્યેક વ્યક્તિના ચિત્તની સ્વસ્થતાનો આધાર તેના પોતાના મનની વૃત્તિ ઉપર જ રહે છે.

 

જેને મનને જીત્યું છે, તેને જગતને પણ જીત્યું છે.

 

અભ્યાસ અને વૈરાગ્યથી મન સહેલાઈથી વશમાં આવે છે.

 

જ્યાં સુધી મન જીત્યું ન હોય ત્યાં સુધી રાગ-દ્વેષ શાંત થતા નથી અને માણસ ઇન્દ્રિયોનો ગુલામ બની રહે છે.

 

મનનો બધો મેલ ધોવાઇ જાય ત્યારે જ ઈશ્વરના દર્શન થાય છે.

 

મનને મજબુત બનાવવાની એટલી જ જરૂર છે, જેટલી શરીરના પોષણ માટે ભોજનની જરૂર છે.

 

મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે.

 

મનના ભાવથી જ પાપ માનવામાં આવે છે,વચન કે કર્મથી નહિ.

 

મનની બદલાયેલી પ્રવૃત્તિ માનવીનું ચારિત્ર્ય,ટેવો અને જીવનને બદલી નાખે છે.

 

જવાબ છોડો