MAKEUP GUJARATI TIPS
ખૂબસૂરત દેખાવા માટેની ઇચ્છા દરેક વ્યક્તિના દિલમાં હોય છે. પોતાની આ ઈચ્છા પૂરી કરવા માટે તમે મેકઅપ તો જરૂર કરતા હશો. પરંતુ જો મેકઅપ ત્વચાની પ્રકૃતિને અનુરૂપ કરવામાં આવે તો મેકઅપ લાંબા સમય સુધી ટકી રહેશે. અને તમે રિલૈક્સ પણ મહેસૂસ કરશો. દરેક વ્યક્તિની ત્વચા અલગ હોય છે. તેથી મેકઅપ કરતી સમયે ત્વચા કેવા પ્રકારની છે તે વાતને પણ ધ્યાનમાં રાખીને મેકઅપ કરવો જોઈએ. જેથી મેકઅપ વધારે બહેતર અને ખૂબસૂરત દેખાય.

 

ડ્રાય સ્કિન :

જો આપની ત્વચા ડ્રાય છે તો મેકઅપ કરતી સમયે તમારે કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

 

એવા મેકઅપ પ્રોડકસનો ઉપયોગ કરો જે ક્રીમ બેસ્ડ હોય.

 

મેકઅપ કરતી સમયે સૌથી પહેલા કલીન્ઝિંગ મિલ્કથી તમારી ત્વચાને ક્લીન કરો.

 

ફેઈસ ક્લીન કર્યા પછી તમારા ચહેરા પર એવી રીતે મોઈશ્ચરાઈઝર લગાવો કે તે ત્વચામાં બરાબર રીતે મિક્સ થઇ જાય.

 

મેકઅપ પહેલા આ રીતે મોઈશ્ચરાઈઝર લગાવવાથી તમારી ત્વચાની કોમળતા જળવાઈ રહેશે. મેકઅપ કરતી સમયે પેનસ્ટિકથી ચહેરા પર બેઝ બનાવો.

 

કાજલ પેન્સિલ અથવા આઈલાઈનરથી આંખોને સુંદર આકાર આપો.

 

જો આંખો મોટી હોય તો કાજલ પણ આંખોમાં ભરી શકો છો.

 

આંખોની સુંદરતા માટે ક્રીમ બેસ્ડ આઈ શેડો લગાવો.

 

આપની ત્વચા ડ્રાય છે માટે તમારે બ્લશઓન પણ ક્રીમ બેસ્ડ લગાવવું જોઈએ.

 

હોઠોને સજાવતી વખતે તમારા માટે સારું રહેશે કે તમે લિક્વિડ લિપસ્ટિક અથવા લિપગ્લોસથી હોઠોને સજાવો.

 

શરીરના ખુલ્લા ભાગ કે જ્યાં સૂર્યની રોશની પડે છે ત્યાં સનસ્ક્રીન ક્રીમ લગાવવું.

 

તમે ઈચ્છો તો માથા પર કુમકુમથી બિંદી બનાવી શકો છો કે તૈયાર મળતા મેચિંગ ચાંલ્લા લગાવી શકો છો.

 

ઓઈલી સ્કિન :

જો આપની ત્વચા ઓઈલી છે તો મેકઅપ કરતી સમયે સૌથી પહેલા તમારી ત્વચાને એસ્ટ્રીજિન્ટ થી સાફ કરો. થોડીવાર કૂલિંગ પેડ તમારી ત્વચા પર રાખો, પછી તેને પ્રાકૃતિક હવામાં સુકાવા દો.

 

ટુ વે કેકના સ્પંજને પાણીમાં બોળીને નીચોવી લો, પછી તેનાથી ટુ વે કેક એવી રીતે લગાવો ત્વચામાં તે મર્જ થઇ જાય.

 

વોટરપ્રૂફ આઈલાઈનરથી આંખોને સુંદર આકાર આપો. જો આંખો મોટી હોય તો વોટરપ્રૂફ કાજલ લગાવો.

 

મસ્કરા પણ વોટરપ્રૂફ લગાવવું જોઈએ.

 

હોઠોનો શૃંગાર કરતી સમયે લિપ લાઈનરથી હોઠોની ચારે તરફ સુંદર આઉટલાઈન દોરો.

 

હોઠો પર મૈટ લિપસ્ટિક લગાવો અને લિપ સીલરથી સીલ કરો.

 

તમે ઈચ્છો તો વૈટ લુક આપવા માટે નોન ટ્રાસ્ફરેબલ લિક્વિડ લિપસ્ટિક પણ લગાવી શકો છો. પછી વોટરપ્રૂફ અથવા સ્ટિકર બિંદી લગાવો.

 

કોમ્બિનેશન સ્કિન :

આપની ત્વચા જો કયાંક ઓઈલી અને ક્યાંક ડ્રાય હોય તો મેકઅપ કરતી સમયે ખૂબજ સાવધાની રાખવી જોઈએ.

 

એ ધ્યાન રાખવાનું છે કે જ્યાં ત્વચા ઓઈલી હોય ત્યાં તે જગ્યા પર તેવા પ્રોડકસનો ઉપયોગ કરો જેનાથી ઓઈલનો કન્ટ્રોલ કરી શકાય.

 

ઓઈલ કંટ્રોલ કરવા માટે તેવા પ્રોડકસનો ઉપયોગ કરો જેનો પ્રયોગ ઓઈલી સ્કિન માટે થાય છે.

 

ત્વચા જે જગ્યાએ ડ્રાય હોય ત્યાં તેવા પ્રોડકસનો પ્રયોગ કરવો જોઈએ, જેનાથી ત્વચામાં ડ્રાયનેસનો અહેસાસ ન થાય. એટલે કે તે જગ્યા પર ક્રીમ બેસ્ડ પ્રોડકસનો ઉપયોગ કરવો જોઈએ.

 

નોર્મલ સ્કિન :

જેમની ત્વચા નોર્મલ છે તેમની ત્વચા શિયાળાની ઋતુમાં ડ્રાય થઇ જાય છે, અને ઉનાળામાં ઓઈલી. જો આપની ત્વચા નોર્મલ છે તો તમે કોઈ પણ પ્રોડકસ ઋતુને ધ્યાનમાં રાખીને પ્રયોગ કરો, તે બહેતર છે.

 

શિયાળાની ઋતુમાં તમે એવી રીતે મેકઅપ કરો કે જે રીતે ડ્રાય સ્કિન પર મેકઅપ કરવામાં આવે છે. અને ઉનાળામાં તમે ઓઈલી સ્કિન પર કરવામાં આવતો મેકઅપ કરો.

 

જવાબ છોડો