મેકઅપ કરતી વખતે આટલું ધ્યાન રાખો

0
565
makeup precaution
નારીનું કુદરતી સૌંદર્ય તો તેની આભા બની રહે છે, પરંતુ મેકઅપ ચહેરાની સુંદરતામાં વધારો કરી તેનામાં આત્મવિશ્વાસ વધારે છે. મેકઅપ દ્વારા કોઈપણ સ્ત્રી તેના ચહેરા પરની ખામીઓને છુપાવી સુંદર દેખાય છે. આજકાલ નાના મોટા પ્રસંગોને અનુરૂપ મેકઅપ કરવાનો ટ્રેન્ડ વધતો જાય છે. તેમજ વર્કિંગ વુમન તો રનીંગમાં પણ લાઈટ મેકઅપ વધુ પસંદ કરે છે. મેકઅપ કરતી વખતે કેટલીક અગત્યની બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ જેથી આપણી સુંદરતા જોખમાય નહિ, ને ચહેરાને વધુ સુંદર બનાવી શકાય. મેકઅપ કરતી વખતે મેકઅપમાં વપરાતી પ્રોડક્ટ્સ, મેકઅપમાં વપરાતા સાધનો તેમજ કરેકટીવ મેકઅપ કરવાની રીત વગેરે બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. પ્રસંગ પ્રમાણે અલગ અલગ મેકઅપ કરવામાં આવે છે. જેમકે, દિવસે લાઈટ મેટ ઈફેક્ટ મેકઅપ, જયારે રાત્રે હેવિ બેઝ અને ગ્લિટરી મેકઅપ કરાય છે.

 

મેકઅપમાં વપરાતી પ્રોડક્ટ્સ :

 • ફાઉન્ડેશન
 • કન્સીલર
 • ન્યુટ્રેલાઈઝર
 • ડ્રાય કેક
 • મેકઅપ ફિક્સર
 • કેક શીમર
 • કલર પીગ્મંટ આઈશેડો
 • આઇબ્રો કલર
 • આઈ – લાઈનર સીલર
 • મસ્કરા
 • લિપસ્ટિક
 • ટુ – વે જેલ
 • બ્રોન્ઝર
 • મેકઅપ રીમૂવર
 • ટ્રેન્સલૂશન્ટ પાઉડર
 • પેનકેક
 • શીમર પાઉડર
 • આઈશેડો
 • હાઈલાઈટર
 • આઈ – લાઈનર
 • બ્લશર
 • લિપ પેન્સિલ
 • લિપગ્લોસ
 • ગ્લિટર
 • બ્રો સેટ
 • બ્રશ કલીનર

 

મેકઅપમાં વપરાતા સાધનો :

 • પાઉડર બ્રશ
 • આઈશેડો બ્રશ
 • આઈ – લાઈનર બ્રશ
 • ટાયર સ્મજર
 • બ્લશર બ્રશ
 • લિપ – લાઈનર બ્રશ
 • લિપ – ફિલર બ્રશ
 • આર્ટિફિશલ આઈલેશીઝ
 • લેટેક્સ સ્પન્જ
 • ઓવલ કોઝ્મેટીક સ્પન્જ
 • ફાઉન્ડેશન બ્રશ
 • પાઉડર પફ
 • પોરસ સ્પન્જ
 • સ્પન્જ એપ્લીકેટર
 • આઈબ્રોઝ બ્રશ
 • બફિંગ બ્રશ
 • મસ્કરા બ્રશ
 • બિંદી બ્રશ
 • શેડિંગ બ્રશ
 • ફેન બ્રશ

 

મેકઅપ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો :

મેકઅપ કરતા પહેલા ફેસ ક્લીન કરવો ખૂબ જ જરૂરી છે. ડેડ સ્કિન હોય, તો ડેડ સ્કિન દૂર કરી મેકઅપ કરવો.

 

આઈબ્રોઝમાં વધારાના હેર રહી ગયા હોય, તો થ્રેડિંગ કરીને મેકઅપ શરૂ કરવો.

 

ફેસ પર વધારે રૂંવાટી હોય, તો બે-ત્રણ દિવસ પહેલા બ્લીચ કરાવેલું હોવું જોઈએ.

 

સ્કિન ટોનથી એક શેડ લાઈટ અથવા એક શેડ ડાર્ક મેકઅપ કરવો.

 

ઉનાળામાં ડ્રાય બેઝ મેકઅપ કરવો, એટલે કે ઓઈલી પ્રોડક્ટનો ઉપયોગ ઓછો કરવો. શિયાળામાં મોઈશ્ચર બેઝ મેકઅપ કરવો.

 

મેકઅપ પ્રોડક્ટ સારી ક્વોલિટીની વાપરવાનો આગ્રહ રાખવો.

 

મેકઅપમાં આઈ – લાઈનર અને મસ્કરા વોટરપ્રૂફ વાપરવાનો આગ્રહ રાખવો.

 

દરેક મેકઅપ પછી બ્રશ ક્લીન કરવા.

 

મેકઅપ કર્યા પછી સ્પન્જને એન્ટિસેપ્ટિકથી ક્લીન કરવા, જેથી ઇન્ફેકશન ન લાગે.

 

ઓઈલી સ્કિનમાં ફેસ વોશ અસ્ટ્રીન્જન્ટથી, ડ્રાય સ્કિનમાં ફેસ વોશ કલીન્ઝિંગ મિલ્કથી અને સ્કિનમાં ફોતરી થઇ હોય, તો સ્ક્રબથી ડીપ કલીન્ઝિંગ કરવું.

 

મેકઅપ કરતી વખતે કન્સીલરને હલકા હાથે સ્પ્રેડ કરવું. જો વધારે પ્રેશરથી સ્પ્રેડ કરવામાં આવે, તો મેકઅપ પેચી ( Patchy ) થઇ જાય છે.

 

મેકઅપ કરતા પહેલા આઈસ લગાવવો નહિ, કારણ કે આઈસથી સ્કિન – પોર્ઝ ટેમ્પરરી બંધ થઇ જાય છે. પરંતુ ઠંડકની અસર ઓછી થતા થોડા સમય બાદ પોર્ઝ ખુલી જતા મેકઅપ પેચી – લુક આપે અથવા ફેસ પર સ્પ્રેડ થાય છે.

 

જવાબ છોડો