make your lips more beautiful
ખૂબસૂરત, ગુલાબી હોઠ એ હર કોઈની પસંદ હોય છે, કારણ કે નાજુક હોઠ બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. કયારેક ગુલાબની પાંખડી તો કયારેક જામ, કેટલાયે નામોથી આ હોઠની પ્રશંસા થતી હોય છે. અને પ્રશંસા થાય પણ કેમ નહિ આખરે આ અધર જ ખૂબસુરતીને નિખારે છે. આ હોઠોની સુંદરતા આમ જ જળવાઈ રહે તે માટે જરૂરી છે કે તેની સારી રીતે માવજત કરવામાં આવે.

 

ચહેરાની સુંદરતામાં હોઠોનું પોતાનું એક અલગ જ મહત્વ હોય છે. આ નાજુક હોઠોની જો બરાબર માવજત કરવામાં ન આવે તો તે મુરજાય જશે અને તેની સુંદરતા ફીકી પડી જશે. માટે એવું ન થાય, તેના માટે આપણે કેટલીક વાતોનું ધ્યાન રાખીએ અને આ નાજુક હોઠોને વધારે સુંદર બનાવીએ.

 

યોગ્ય ખાનપાનથી રાખો હોઠોને સુંદર :

હોઠોનું સુકાવાનું કારણ શરીરમાં પાણીની કમી છે. માટે હોઠોને નરમ રાખવા માટે જરૂરી છે કે દિવસમાં ઓછામાં ઓછુ દસ – પંદર ગ્લાસ પાણી પીવામાં આવે.

 

વિટામિન ‘બી’ અને ‘સી’ ની ખામીથી હોઠોની કિનારી ફાટી જાય છે. જેનાથી તેનો રંગ કાળો પડી જાય છે. તેથી તેનાથી બચવા માટે પૌષ્ટિક ભોજન કરવું.

 

લિપસ્ટિક કેવી રીતે લગાવવી :

લિપસ્ટિક લગાવતા પહેલા હોઠો પર લિપ બામ લગાવો. તેના પછી સ્પંજથી હોઠો પર બરાબર રીતે ફાઉન્ડેશન લગાવો.

 

તેના પછી બ્રશની મદદથી હોઠો પર પાઉડર લગાવો. પછી લિપ લાઈનરથી હોઠો પર લાઈન બનાવો.

 

હવે આઉટલાઈન બનાવો. જોકે આજકાલ આઉટલાઈનને ડાર્ક કરવાની ફેશન નથી, તેથી એવી આઉટ લાઈન બનાવો જે દેખાય નહિ. મતલબ આઉટ લાઈનને લિપસ્ટિકથી એવી રીતે છુપાવી દો કે ખબર પણ ના પડે.

 

તેના પછી લિપ બ્રશથી લિપસ્ટિક લગાવો. લિપસ્ટિક લગાવ્યા બાદ ટીશ્યુ પેપરને હોઠોની વચ્ચે રાખીને દબાવી દો.

 

આવી રીતે લિપસ્ટિક લગાવવાથી લિપસ્ટિક વધારે સમય સુધી ટકી રહેશે.

 

હોઠોને ગોળાકાર કરો અને આંગળી વચ્ચે રાખીને દબાવો, તેથી લિપસ્ટિક દાંતો પર ના લાગે.

 

જો તમે કંઇક અલગ દેખાવા ઈચ્છતા હો તો હોઠો પર તમે હળવું ગિલ્ટર લગાવી શકો છો.

 

જો આપનો રંગ ગોરો હોય તો તમારા પર લાલ રંગની લિપસ્ટિક સુંદર લાગશે.પરંતુ જો ત્વચાનો રંગ ઘઉંવર્ણો હોય તો તમે માત્ર લાલ રંગના એક કોટ પછી કોઈ બ્રાઉન કે મરુન શેડનો બીજો કોટ લગાવો.

 

પાતળા હોઠો માટેની ટિપ્સ :

જો આપના હોઠ પાતળા અને સીધા છે, તો લિપ લાઈનરથી હોઠોની ઉપરની રેખાથી થોડી ઉપર આઉટ લાઈન બનાવો. અને નીચેના હોઠોની રેખાથી થોડી નીચે આઉટ લાઈન બનાવો.

 

રેખાઓને થોડો ગોળ આકાર આપો. પાતળા હોઠો માટે ગ્લોસ ફિનિશની લિપસ્ટિક લગાવો.

 

વચ્ચે ગાઢ અને ખૂણા પર હળવો શેડ લગાવો, જેથી હોઠ ભર્યા ભર્યા દેખાય.

 

નાના હોઠો માટેની ટિપ્સ :

જો આપના હોઠ નાના છે તો લિપ લાઈનરથી હોઠોની બંને કિનારીથી રેખા થોડી બહાર કાઢી દો.

 

ત્યારબાદ લિપ બ્રશથી લિપસ્ટિક લગાવો.

 

મોટા હોઠો માટેની ટિપ્સ :

જો આપના હોઠ મોટા છે તો આછા રંગની લિપ લાઈનરનો પ્રયોગ કરો. હોઠોને પાતળો આકાર આપવા માટે આઉટ લાઈન હોઠોની રેખાની અંદર બનાવો.

 

તેના પછી બ્રશથી લિપસ્ટિક લગાવો. હોઠોને થોડા પાતળા દેખાડવા માટે મૈટ ફિનિશની લિપસ્ટિક લગાવો.

 

લિપસ્ટિકના નવા શેડ્સની ફેશન :

પહેલા જ્યાં ડાર્ક કલરની લિપસ્ટિકની ફેશન હતી ત્યાં આજે લાઈટ કલરની ફેશન છે.

 

આજકાલ લિપસ્ટિકમાં લાઈટ શેડ્સ જેવા કે – નેચરલ પિંક, પીચ, ઓરેન્જ, સ્કિન કલર, ટ્રાન્સપરેન્ટ, કોપર, પર્પલ વગેરે ચાલે છે. પાર્ટી વગેરેમાં પણ લાઈટ પિંક, ઓરેન્જ શેડ વધારે ચાલે છે.

 

જવાબ છોડો