MAHENAT NA FAL MITTHA
નાથું કરીને એક ખેડૂત હતો. તે ખૂબ જ ગરીબ હતો. સાથોસાથ આળસુ પણ હતો. તેને એક વાડી હતી પણ કોઈ દિવસ ધ્યાન આપતો નહિ. વાડીમાં આંબા, જામફળી, દાડમી તેમજ બીજા અનેક ફળ ઝાડ હતા. પરંતુ પાણી ખાતર વગેરેના અભાવે સુકાઈ ગયા હતા. અને નાથું તો ક્યારેય ત્યાં જતો જ નહિ. વડવાઓની મહેનતની કમાણીથી ઘર ચલાવે. પણ આળસુ નાથું કંઈ જ કરતો નહિ. આખો દિવસ બસ આરામ જ કરે.

 

એક દિવસ નાથું સૂતો હતો ત્યારે તેને સ્વપ્ન આવ્યું કે તારી વાડીમાં ધન દાટેલું છે, ખોદકામ કરીશ તો મળશે ! સવાર પડતાની સાથે જ નાથું કોદાળી, પાવડો લઈને વાડીએ પહોંચી ગયો. નાથુંને હતું કે જો આ ધન એકવાર મળી જાય તો આખી જિંદગી કંઈ જ કરવાનું ન રહે. બસ, જલસા જ જલસા ! બપોર થતા તેની પત્ની ભાત લઇ આવી. પરંતુ જમવાનું બાજુ પર મૂકી પોતાનું કાર્ય ચાલુ રાખ્યું. ધન મળશે એ આશાએ આળસુ નાથુંએ આખી વાડીની જમીન ખોદી નાખી. પરંતુ ધન તો મળ્યું જ નહિ. આખરે નિરાશ થઇ નાથું બેસી ગયો.

 

વર્ષોથી જમીન જેમતેમ હતી. પરંતુ આ વર્ષે ખોદકામ થવાથી જમીન ઉપર- તળે સરખી થઇ. વરસાદ પણ એટલો જ વરસ્યો. અને પ્રભુની ઈચ્છાથી નાથુની વાડીમાં ફળ પણ એટલા જ આવ્યા. સુંડલા ભરી ભરીને નાથુંએ ફળ વેચ્યા. તે ઈશ્વરનો આભાર માનતો હતો. અને ખુશ થતો હતો કે આટલા ફળ આ વાડીમાં મેં કદીયે દીઠા ન હતા !
મહેનત કરે તો તનું ફળ ઈશ્વર જરૂર આપે છે !!

 

જવાબ છોડો