DARDNIVARAK MUDRA

મુદ્રા બનાવવાની રીત :-

(Step -1) બંને હાથના અંગૂઠાને તથા તેની છેવટની છેલ્લી બે આંગળીના ટેરવાં એક બંને અંગૂઠાનાં ટેરવાં એકસાથે જોડી દો. ત્યારપછી અંગૂઠા પછીની ત્રીજી આંગળીના ટેરવાં બંને હાથના ઊભા કરી એકસાથે જોડી દો. દસ વખત શ્વાસ લઈ છોડો ત્યાં સુધી આ મુદ્રા કરવી.

 

(Step -2) ત્યારપછી તમારા અંગૂઠા સાથે તેની પછીની ત્રીજી આંગળીના ટેરવાં જોડી દો અને તે પછી છેલ્લી આંગળીના ટેરવાં એકબીજા સાથે જોડી દો. અંગૂઠાને એકબીજા સાથે જોડવા નહીં. દસ વખત શ્વાસ લઈ છોડો ત્યાં સુધી આ મુદ્રા કરવી.

 

વિશેષ :-

આ મુદ્રા કરતી વખતે નીચે પ્રમાણે આંખો બંધ કરી ધ્યાન ધરવું : “મારા માર્ગમાં ભલે ગેમ તેટલો અંધકાર હોય, દુ:ખ – દર્દ હોય, તેમાંથી મને છેવટે પ્રકાશનો માર્ગ દેખાશે અને મારા બધાં દુ:ખોનું સંપૂર્ણ નિરાકરણ થશે.

 

આ મુદ્રા પ્રમાણે કરવી અથવા દિવસમાં ત્રણ વખત સાત – સાત મિનિટ માટે કરવી.

 

લાભ :-

પેટના નીચેના ભાગમાં ગરબડ હોય કે દુખાવો હોય ત્યારે આ બંને મુદ્રા ખૂબ ઉપયોગી નીવડે છે.

 

બહેનોને માસિક દરમ્યાન દુખાવો થતો હોય ત્યારે પણ આ દર્દનિવારક મુદ્રા કરવાથી ફાયદો થાય છે.

 

ઉપરાંત આંતરડા બરાબર કામ ન કરતાં હોય, આંતરડામાં તકલીફ હોય તો તે બધામાં આ મુદ્રા ખૂબ રાહત આપી, શક્તિ આપી તકલીફનું નિવારણ કરે છે.

 

આ મુદ્રા કર્યાં પછી મહાબંધની ક્રિયા દસથી ત્રીસ વખત કરવાથી વધારે ફાયદો થાય છે.

 

જવાબ છોડો