માગ્યા મોત ન મળે

0
431
MOT-MAGYA-THI-MADE-NAHI

માગ્યા મોત ન મળે

એક ડોશી હતા. તે ખૂબ ઘરડાં હતા. ઘડપણમાં તેનાથી કંઈ કામ થતું નહિ. એકલા રહેતા હોવાથી ખૂબ કંટાળી ગયા હતા. તે હંમેશા મરવાની જ રાહ જોતા. અને ભગવાનને પ્રાર્થના કરતા કે જલ્દી તેને પોતાની પાસે બોલાવી લે. તેથી તેણે ખાવા – પીવાનું પણ છોડી દીધું હતું.

ડોશી પાસે પાણીનો ફક્ત ઘડો જ હતો. તેઓ હંમેશા પાણીનો લોટો ભરીને પીએ. અને આખો દિવસ ભૂખ્યા રહેતા. ડોશી એક દિવસ સવારના પાણી ભરવા માટે ઘડો લેવા પાણિયારે ગયા ત્યારે તે ઘડામાં એક કાળો ભમ્મર જેવો સાપ હતો.

આ સાપને જોઇને ડોશી ખૂબ આનંદમાં આવી ગયા. અને કહેવા લાગ્યા કે, ” હે ભગવાન મને તે મોત આપ્યું.” એમ કહીને તે ઘડાનું મુખ કપડાથી બાંધીને નદી કિનારે ગયા.

ડોશી નદી કિનારે નાહી ધોહીને ભગવાનનું નામ લેતા લેતા ઘડાનું મુખ ખોલે છે, તો અંદરથી એક સોનાનો હાર નીકળ્યો. આથી ડોશીને મનમાં વિચાર આવ્યો કે, ભગવાન જેને મોત જોઈતું હોય તેને મોત આપતા નથી.

તેથી જ કહેવત છે_ ‘ માગ્યા મોત ન મળે.’

જવાબ છોડો